દિલ્હી: કેજરીવાલે કહ્યું- કોંગ્રેસને વોટ આપવો એટલે BJPને જીતાડવી

07 January, 2019 04:26 PM IST  |  નવી દિલ્હી

દિલ્હી: કેજરીવાલે કહ્યું- કોંગ્રેસને વોટ આપવો એટલે BJPને જીતાડવી

અરવિંદ કેજરીવાલ (ફાઇલ ફોટો)

એકબાજુ જ્યાં લોકસભા ચૂંટણી 2019 માટે દિલ્હીમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (AAP)ના ગઠબંધનની ચર્ચા છે, ત્યાં સીએમ અરવિંદ કેજરીવાલનો અલગ જ અંદાજ જોવા મળી રહ્યો છે. દિલ્હી વોટર બોર્ડ તરફથી મટિયાલા વિધાનભા ક્ષેત્ર હેઠળ કકરૌલા વોર્ડની 25 કોલોનીઓમાં ગટર લાઇન નાખવાના કાર્યના શુભારંભ કાર્યક્રમ દરમિયાન કેજરીવાલે કોંગ્રેસ પર હુમલો કર્યો.

કકરૌલામાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મતદાર યાદીમાંથી 30 લાખ લોકોના નામ કાપી નાખવાનો મુદ્દો ઉઠાવ્યો. તેમણે કહ્યું કે તેમાંથી અડધા નામો પૂર્વાંચલના લોકોના છે. ભલે કંઇપણ થઈ જાય, પરંતુ આગામી એક મહિનામાં કાપવામાં આવેલા તમામ નામોને ફરીથી જો઼ડવામાં આવશે. તેમણે કોંગ્રેસ પર નિશાન સાધતા જણાવ્યું કે કોંગ્રેસને વોટ આપવાનો અર્થ છે બીજેપીને જીતાડવી. કોઈપણ પરિસ્થિતિમાં વોટ વહેંચાવા ન દેશો.

કેજરીવાલે કહ્યું કે વિકાસકાર્યો માટે હવે પૈસાની ખોટ આડે નથી આવતી. પહેલાની સરકાર જેટલા રૂપિયામાં એક કામ કરતી હતી, હવે તેટલા જ રૂપિયામાં બે કામ થઈ રહ્યા છે. આવું એટલા માટે થઈ રહ્યું છે, કારણકે અમારી દાનત સાફ છે.

 

આ પણ વાંચો: લોકસભા ચૂંટણી પહેલા મોદી સરકારનો માસ્ટર સ્ટ્રોક, સવર્ણોને 10% અનામતની મંજૂરી

 

તેમણે કહ્યું કે દિલ્હીમાં છેલ્લા સાડા ત્રણ વર્ષોમાં વિકાસના એટલા કામો થા છે, જે છેલ્લા સાત દાયકામાં નથી થયા. કાચી કોલોનીઓમાં ગટર, પાણી, રસ્તા, નાળા સાથે જોડાયેલા કાર્યો થઈ રહ્યાં છે. ઘણી જગ્યાઓએ આ કામો પૂરાં થઈ ગયા છે. જ્યારે કેટલીય જગ્યાએ આ કામો પ્રોસેસમાં છે. કાર્યક્રમમાં મટિયાલાના ધારાસભ્ય ગુલાબસિંહ તેમજ ઉત્તમનગરના ધારાસભ્ય નરેશ બાલિયાન સહિત અનેક લોકો હાજર રહ્યા હતા.

arvind kejriwal delhi national news