કૉંગ્રેસનાં સોશ્યલ મીડિયા પ્રમુખ દિવ્યા સ્પંદનાનું ટ્વિટર-અકાઉન્ટ બંધ

03 June, 2019 11:25 AM IST  |  નવી દિલ્હી

કૉંગ્રેસનાં સોશ્યલ મીડિયા પ્રમુખ દિવ્યા સ્પંદનાનું ટ્વિટર-અકાઉન્ટ બંધ

દિવ્યા સ્પંદના

કૉંગ્રેસની સોશ્યલ મીડિયા પ્રમુખ દિવ્યા સ્પંદના(રામ્યા)નું ટ્વિટર અકાઉન્ટ ડીલિટ થઈ ગયું છે. ત્યારે શક્યતા વ્યક્ત કરાઈ રહી છે કે તેમણે પોતે જ તેમનું અકાઉન્ટ બંધ કર્યું છે. આ પહેલાં શનિવારે તેમના ટ્વિટર અકાઉન્ટમાંથી તમામ ટ્વીટ ડીલિટ થઈ ગઈ હતી અને તેમના વિશેની માહિતી પણ દૂર થઈ ગઈ હતી. જેમાં તેમના કૉંગ્રેસ સાથે જોડાયેલા હોવાની વાત પણ જોવા મળતી નથી. જોકે કૉંગ્રેસ અને દિવ્યા સ્પંદનાને પૂછવામાં આવ્યું હતું કે, તેમણે કૉંગ્રેસ છોડી દીધી તો તેમનો જવાબ હતો તમારી માહિતી ખોટી છે.

સોશ્યલ મીડિયાના આધારે કૉંગ્રેસ પાર્ટીના લોકો સુધી પહોંચાડવા માટે દિવ્યાએ મહત્વની ભૂમિકા અદા કરી છે. તાજેતરના ચૂંટણી પ્રચારમાં ઘણી વખત તેમના અકાઉન્ટથી કૉંગ્રેસની યોજના અંગે માહિતી આપી હતી. સાથે જ તેઓ બીજેપી પર પણ નિશાન સાધતાં હતાં. લોકસભા ચૂંટણીમાં તેમણે નરેન્દ્ર મોદીની તુલના જર્મન તાનાશાહ હિટલર સાથે કરી હતી. ત્યાર બાદ તેમના ટ્વીટ પર વિવાદ સર્જા‍યો હતો.

આ પણ વાંચો : જય શ્રીરામના નારા કોણે લગાવ્યા: મમતાએ એજન્સીઓને તપાસ કરવા કહ્યું

દિવ્યાએ તેમનું છેલ્લું ટ્વીટ મોદી કૅબિનટના શપથગ્રહણ બાદ કર્યું હતું. જેમાં તેમણે દેશના નવાં નાણાપ્રધાન નિર્મલા સીતારમણને શુભેચ્છા પાઠવતા લખ્યું હતું કે, તમારા પહેલાં ફક્ત એક જ મહિલાએ આ જવાબદારી નિભાવી હતી.

congress