રાહુલ ગાંધીએ શૅર કરી ડૉક્યૂમેન્ટ્રી, પ્રવાસી મજૂરોએ વ્યક્ત કર્યું દુઃખ

23 May, 2020 12:39 PM IST  |  Mumbai Desk | Gujarati Mid-day Online Correspondent

રાહુલ ગાંધીએ શૅર કરી ડૉક્યૂમેન્ટ્રી, પ્રવાસી મજૂરોએ વ્યક્ત કર્યું દુઃખ

રાહુલ ગાંધી

કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધી લૉકડાઉનમાં ફસાયેલા પ્રવાસી મજૂરોની મુશ્કેલીઓને લઈને સતત કેન્દ્ર સરકાર પર તંજ કસે છે. લૉકડાઉનને કારણે મોટી સંખ્યામાં મજૂરો પગપાળા જ પોતાના રાજ્યો તરફ પાછાં ફરવા મજબૂર થયા હતા. કૉંગ્રેસના પૂર્વાઘ્યક્ષ રાહુલ ગાંધીએ 16 મેના સુખદેવ વિહાર ફ્લાઇઓવર પાસે આ મજૂરો સાથે વાતચીત કરી હતી. રાહુલ ગાંધીએ આદે સવારે પોતાની યૂટ્યબ ચેનલ પર એક વીડિયો શૅર કર્યો છે. 17 મિનિટના આ વીડિયોની શરૂઆત પ્રવાસી મજૂરોના પલાયનના દુઃખ દર્શાવતાં દ્રશ્યો દ્વારા કરવામાં આવી.

પછીથી લોકોના મોઢે તેમના દર્દની દાસ્તાન કહેવામાં આવી. ઝાંસીના રહેવાસી મહેશ કુમાર કહે છે કે, 120 કિલોમીટર ચાલ્યા છીએ. રાતે અટકતાં અટકતાં આગળ વધ્યા. મજબૂરી છે કે અમને પગપાળાં જવાનું છે. અન્ય એક મહિલાએ કહ્યું કે, મોટા માણસોને તકલીફ નથી. અમે ત્રણ દિવસથી ભૂખ્યા છીએ. બાળકો પણ અમારી સાથે છે તે પણ ત્રણ દિવસથી ભૂખ્યા તરસ્યા છે. બીજી એક મહિલા કહે છે કે જે પણ કમાવ્યું છેલ્લા બે મહિનામાં ખતમ થઈ ગયું તેથી હવે પગપાળાં જ ઘર તરફ જવા નીકળ્યા છીએ.

રાહુલ ગાંધી મજૂરો સાથે વાત કરે છે. તેમને પૂછે છે કે તે ક્યાંથી આવે છે અને ક્યાં રહે છે તેમજ શું કરતાં હતા. એક વ્યક્તિએ જણાવ્યું કે હરિયાણાથી આવે છે અને કન્સ્ટ્રક્શન સાઇટ પર કામ કરતો હતો. બીજાએ જણાવ્યું કે એક દિવસ પહેલા જ તેણે ચાલવાનું શરૂ કર્યું છે અને તેની સાથે તેનો આખો પરિવાર છે. તો અન્યએ જણાવ્યું કે એકાએક લૉકડાઉનની માહિતી મળી. જ્યાં રહેતા હતા ત્યાં ભાડાંને નામે 2500 રૂપિયા આપવા પડતાં હતા. તેથી તે ઝાંસી માટે નીકળી પડ્યા છે. રાહુલ ગાંધી એ પૂછ્યું કે પૈસા છે તમારી પાસે, ખાવા મળે છે? આ સવાલના જવાબમાં પરિવારે જણાવ્યું કે લોકો રસ્તામાં તેમને ખાવા માટે આપે છે. ઘણીવાર મળે છે તો ઘણીવાર નથી મળતું તો પગપાળાં આગળ વધીએ છીએ.

700 કિમીનું અંતર કાપવા નીકળ્યા મજૂર
હકીકતે રાહુલ ગાંધી દિલ્હીના રસ્તા પર ભટકતાં મજૂરોને મળવા રસ્તા પર ઉતર્યા હતા. ફુટપાથ કિનારે બેસેલા મજૂરો સાથે રાહુલ ગાંધીએ વાતચીત કરી હતી અને તેમના અનુભવો સાંભળ્યા હતા. ઘરે પાછાં ફરવા માટે 700 કિમીના પગપાળાં પ્રવાસ પર નીકળ્યા મજૂરો અને તેમના જેવા અન્ય મજૂરોની વાતો આજે આખા દેશ સાથે શૅર કરી રાહુલ ગાંધીએ.

આ પહેલા રાહુલ ગાંધીએ વીડિયો ટીઝર શૅર કર્યું હતું. વીડિયોમાં રાહુલ ગાંધી પ્રશ્નો પૂછતાં જોવા મળે છે કે તમે કેટલી દૂરથી પગપાળાં આવો છો, વીડિયોમાં એક વ્યક્તિ જવાબ આપે છે કે 100 કિલોમીટર. એક મહિલાએ કહ્યું કે હવે અમે પાછા ક્યારેય નહીં આવીએ.

national news rahul gandhi congress indian politics