ઇન્ટરિમ CBI ચીફની નિયુક્તિ ગેરકાયદે- ખડગેનો મોદીને પત્ર

15 January, 2019 04:56 PM IST  |  નવી દિલ્હી

ઇન્ટરિમ CBI ચીફની નિયુક્તિ ગેરકાયદે- ખડગેનો મોદીને પત્ર

મલ્લિકાર્જુન ખડગે (ફાઇલ)

કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો. આ પત્રમાં તેમણે નાગેશ્વર રાવને સીબીઆઇના ઇન્ટરિમ ચીફ બનાવવાના નિર્ણયને ગેરકાયદે જણાવ્યો છે. ખડગેએ નવા સીબીઆઇ ચીફ નિયુક્ત કરવાને લઈને ટુંક સમયમાં મીટિંગ બોલાવાની માંગ પણ કરી. ખડગેએ પૂર્વ સીબીઆઇ ચીફ આલોક વર્મા પર સેન્ટ્રલ વિજિલન્સ કમિશન અને જસ્ટિસ (રિટાયર્ડ) એકે પટનાયકના રિપોર્ટને પણ સાર્વજનિક કરવા માટે કહ્યું.

ખડગેએ લખ્યું, "સરકારની પ્રતિક્રિયા જણાવે છે કે તે સીબીઆઇમાં કોઈ સ્વતંત્ર ડાયરેક્ટરની નિયુક્તિને લઈને ડરેલી છે. સરકારે આ મુદ્દે સ્પષ્ટ હોવું જોઈએ. સરકારે 10 જાન્યુઆરીના રોજ થયેલી સિલેક્શન કમિટીની મીટિંગની જાણકારી પણ સાર્વજનિક કરવી જોઈએ."

આ પણ વાંચો: કર્ણાટક: બે MLASએ પાછું ખેંચ્યું સમર્થન, કુમારસ્વામીની ચિંતા વધી

ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદીની અધ્યક્ષતાવાળી ઉચ્ચસ્તરીય સિલેક્શન કમિટીએ 10 જાન્યુઆરીએ સીબીઆઇ ચીફ આલોક વર્માને હટાવી દીધા હતા. લાંચખોરી અને કર્તવ્યપાલનમાં બેદરકારીના આરોપોના આધારે તેમને હટાવવાનો નિર્ણ કરવામાં આવ્યો હતો. કમિટીએ 2:1થી આ નિર્ણય લીધો. મોદી, કમિટીના અન્ય સભ્યો અને સુપ્રીમ કોર્ટના જસ્ટિસ એકે સીકરી વર્માને હટાવવાની તરફેણમાં હતા. જ્યારે ત્રીજા સભ્ય અને લોકસભામાં કોંગ્રેસના નેતા મલ્લિકાર્જુન ડગે સીબીઆઇ ચીફને હટાવવાના વિરોધમાં હતા. ખડગેએ કમિટીને પોતાનો વિરોધપત્ર પણ સોંપ્યો હતો.

narendra modi