કુલીએ પાસ કરી લોક સેવા આયોગની પરીક્ષા પાસ, Wi-Fiનો કર્યો ઉપયોગ

09 September, 2019 03:55 PM IST  | 

કુલીએ પાસ કરી લોક સેવા આયોગની પરીક્ષા પાસ, Wi-Fiનો કર્યો ઉપયોગ

ઈન્ટરનેટ સામાન્ય વ્યક્તિના જીવનમાં ઘણા પરિવર્તન આવી શકે છે. આ વાતનું ઉદાહરણ છે કેરળના અર્લાકુલમ રેલવે સ્ટેશન પર કામ કરતા એક કૂલી. અહીં કામ કરતા એક કૂલીને સરકારી નોકરી કરવાની ઈચ્છતા પાંખ આપી રેલવે સ્ટેશન પર લાગેલા ઈન્ટરનેટે. શ્રીનાથ નામના કૂલીએ અહી કામની સાથે સાથે ફ્રી વાઈ-ફાઈનો ઉપયોગ કરીને લોક સેવા આયોગની પરીક્ષા પાસ કરી છે. જો શ્રીનાથ ઈન્ટરવ્યૂમાં સફળ થશે તો તેને મહેસૂલ વિભાગમાં પદ મળી શકે છે.

કેરળના મુન્નારમાં રહેનારા શ્રીનાથ છેલ્લા 5 વર્ષથી એર્ણાકુલમ સ્ટેશન પર કુલીનું કામ કરે છે. મુન્નાર પાસેના સૌથી મોટા રેલવે સ્ટેશન પર કામ કરીને પોતાની આજીવિકા ચલાવનાર શ્રીનાથ પોતાના સારા દિવસોની ઈચ્છા સાથે સ્ટેશન પર ઉપલબ્ધ ફ્રી વાઈ-ફાઈલનો લાભ લેવાનો શરૂ કર્યો હતો અને લોક સેવા આયોગની પરીક્ષા પાસ કરી છે. પર્સનલ ઈન્ટરવ્યૂ પાસ કરે છે તો શ્રીનાથને સરકારી નોકરી મળી જશે.

સામાન્ય રીતે સિવિલ સેવાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ પાસે અલગ અલગ ચોપડીઓ જોવા મળે છે પરંતુ શ્રીનાથે કરી બતાવ્યું છે કે સરકારના ડિજિટલ ઈન્ડિયા અભિયાન અંતર્ગત ફાળવેલા ફ્રી ઈન્ટરનેટના યોગ્ય ઉપયોગથી યોગ્ય દિશા મેળવી શકાય. 10 પાસ શ્રીનાથ તેના કૂલીના કામ દરમિયાન ફ્રી સમયમાં ફોન પર વાંચવા માટે મટિરિયલ, ઓનલાઈન લેક્ચર વગેરે ચાલુ ઈયરફોન લગાવીને સાંભળતો સાથે કામ પણ કરતો. આ જ રીતે ચાલતા-ફરતા. સામાન લઈ જતા તેણે તેનું શિક્ષણ મેળવ્યું હતું.

આ પણ વાંચો: અક્ષયકુમાર આ રીતે વિતાવે છે પરિવાર સાથે સમય, જુઓ કેન્ડીડ ફોટોઝ

NDTV ઈન્ડિયા સાથે થયેલી વાતમાં શ્રીનાથે કહ્યું કે, 'હું આ પહેલા 3 વાર પરીક્ષા આપી ચૂક્યો છું. પરંતુ આ વખતે પહેલીવાર સ્ટેશનના વાઈ-ફાઈનો ઉપયોગ વાંચવા માટે કર્યો હતો. હું મારા ઈયરફોન કાનમાં લગાવીને સાંભળતો રહેતો અને પરીક્ષાની તૈયારી કરતો. આ રીતે કામની સાથે ભણવાનું પણ કરતો. રાત્રે જ્યારે સમય મળતો ત્યારે રિવિઝન પણ કરતો.'

gujarati mid-day