ઉત્તરાખંડમાં બરફવર્ષાએ 25 વર્ષનો રેકૉર્ડ તોડ્યો : દિલ્હીમાં 7 ડિગ્રી

11 January, 2020 01:43 PM IST  |  New Delhi

ઉત્તરાખંડમાં બરફવર્ષાએ 25 વર્ષનો રેકૉર્ડ તોડ્યો : દિલ્હીમાં 7 ડિગ્રી

પ્રતીકાત્મક તસવીર

ઉત્તરાખંડમાં આ વખતે જબરદસ્ત બરફવર્ષા થઈ રહી છે. આ વખતની બરફવર્ષાએ છેલ્લાં રપ વર્ષનો રેકૉર્ડ તોડી નાખ્યો છે. મોસમ વિભાગના જણાવ્યા મુજબ છેલ્લાં કેટલાંય વર્ષની તુલનામાં આ વર્ષે સૌથી વધુ બરફવર્ષા જોવા મળી છે.

ઉત્તરાખંડમાં આ વખતે જબરદસ્ત બરફવર્ષા થઈ રહી છે. આ વખતની બરફવર્ષાએ છેલ્લાં રપ વર્ષનો રેકૉર્ડ તોડી નાખ્યો છે. મોસમ વિભાગના જણાવ્યા મુજબ છેલ્લાં કેટલાંય વર્ષની તુલનામાં આ વર્ષે સૌથી વધુ બરફવર્ષા જોવા મળી છે. કુમાઉથી લઈને ગઢવાલ સુધીના ઊંચાઈવાળા વિસ્તારોમાં બરફની સફેદ ચાદરની સાથે સાથે નીચાણવાળા વિસ્તારોમાં પણ બરફવર્ષા થઈ છે. પહાડોમાં બરફવર્ષા અને મેદાનોમાં વરસાદ પડવાથી ઉત્તરાખંડમાં સખત ઠંડી પડી રહી છે.

આ વર્ષે જે બરફવર્ષા થઈ તેણે છેલ્લાં અનેક વર્ષનો રેકૉર્ડ તોડી નાખ્યો છે. આ પ્રકારનો હિમપ્રપાત ઘણા લાંબા સમય બાદ જોવા મળ્યો છે. મોસમ વિભાગના ડિરેકટર વિક્રમસિંહનું કહેવું છે કે આ વખતે બરફવર્ષાથી સારી ખેતી થશે. જોકે અત્યારે મેદાનમાં ધુમ્મસની સાથે આવેલી ઠંડી લોકોને ધ્રુજાવી રહી છે.

uttarakhand national news new delhi