આગામી 3 દિવસમાં ઠંડી વધશે

29 December, 2018 01:02 PM IST  | 

આગામી 3 દિવસમાં ઠંડી વધશે

દિલ્હીમાં કડકડતી ઠંડીની લહેર

દિલ્હી-એનસીઆર સહિતા પૂરા ઉત્તર ભારતમાં કડકડતી ઠંડી હવા ચાલુ છે. રોજ નવો રેકોર્ડ બનાવી રહી છે અને જૂનો રેકોર્ડ તોડી રહી છે. આ દરમિયાન શનિવારે દિલ્હી-એનસીઆરમાં સરદીએ નવો રેકોર્ડ બનાવ્યો છે. હવામાન વિભાગના મુજબ, શનિવારે તાપમાન ઘટીને 2.6 ડિગ્રી સુધી આવી ગયું છે, જે આ સીઝનનો સૌથી ઓછો તાપમાન રહ્યો હતો. હવામાન વિભાગે પહેલા જ એની ભવિષ્યવાણી કરી હતી કે શનિવારે ન્યૂનતમ તાપમાન 3 ડિગ્રી અથવા એનાથી પણ નીચે જઈ શકે છે. બતાવી દઈએ કે 28 ડિસેમ્બર 2014ના રોજ પણ તાપમાન 2.6 ડિગ્રી સુધી પહોંચી ગયું હતુ.

હવામાન વિભાગ અનુસાર 30 ડિસેમ્બરે પણ દિલ્હીનું તાપમાન 2થી 3 ડિગ્રી રહી શકે છે. હવામાન વિભાગ અનુસાર અંદાજ સાચો રહ્યો હતો છેલ્લા કેટલા વર્ષનો રેકોર્ડ તૂટી જશે. વર્ષના અંત સુધી ઠંડીનો પ્રકોપ આ રીતે જ બની રહેશે. ત્રણ જાન્યુઆરી સુધી કડકજતી ઠંડીથી રાહત મળતી નથી દેખાઈ રહી.

રેલવે, રસ્તા અને હવાઈ જેવાં વાહન વ્યવહાર પર ઠંડીની અસર

હવામાન વિભાહના મુજબ, આવનારા કેટલાક દિવસમાં ઠંડીની લહેર અને ગાઢ ધુમ્મસથી લોકોની મુશ્કેલી વધવાની છે. આગામી આનારા 48 કલાકોમાં દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં ઠંડીની સાથે ગાઢ ધુમ્મસ હેરાન કરી શકે છે. કોલ્ડ વેવને લઈને એનસીઆરની સાથે હરિયાણા, ચંદીગઢમાં પહેલા જ ચેતવણી આપવામાં આવી હતી. ગાઢ ધુમ્મસના દિવસોમાં વિઝિબિલિટી 200 મીટરથી ઓછી થઈ જાય છે.

આગળ કેવું રહેશે હવામાન

મોસમ વિભાગ અનુસાર 3 જાન્યુઆરી સુધી આવી જ રીતે ઠંડી હવા ચાલુ રહેવાની અપેક્ષા છે. જ્યાં 29 અને 30 ડિસેમ્બર અને 2 અને 3 જાન્યુઆરીએ ગાઢ ધુમ્મસની શક્યતા છે. 29 ડિસેમ્બરના દિવસે કેટલીક જગ્યાઓ પર ઠંડો પવન ફૂંકાવાની સંભાવના છે. જ્યાં 3 જાન્યુઆરી સુધી દિલ્હીનું તાપમાન 5 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની સંભાવના છે.

કેમ ચાલવા લાગી ઠંડી હવા

સ્કાયમેટના મોસમ વૈજ્ઞાનિક મહેશ પલાવતના મુજબ પશ્ચિમી વિક્ષેપના કારણથી ઉત્તર દિશાથી ઠંડી હવા દિલ્હી અને એના આસપાસના વિસ્તારોમાં દસ્તક આપી રહી છે. જેના લીધે શુક્રવારે અધિકત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. નવા વર્ષના પ્રારંભિક દિવસ સુધી મોસમી પ્રવૃત્તિઓ ચાલુ રહેશે.

national news delhi news