આચારસંહિતા ભંગ કેસમાં મોદી-રાહુલ ગાંધીને ક્લીન ચિટ

04 May, 2019 09:26 AM IST  |  | જી.એન.એસ.

આચારસંહિતા ભંગ કેસમાં મોદી-રાહુલ ગાંધીને ક્લીન ચિટ

વડા પ્રધાન મોદી સામે આચારસંહિતાના ઉલ્લંઘનની વધુ એક ફરિયાદમાં ગુરુવારે ચૂંટણી પંચે ક્લીન ચિટ આપી દીધી હતી. આ ઉપરાંત અમિત શાહને હત્યાના આરોપી કહેનારા રાહુલ ગાંધીને પણ ચૂંટણીપંચે રાહત આપી હતી.

હકીકતમાં કૉન્ગ્રેસે ચૂંટણીપંચને ફરિયાદ કરી હતી કે વડા પ્રધાન મોદીએ એપ્રિલે રાજસ્થાનમાં એક રૅલી દરમિયાન આચારસંહિતાનું ઉલ્લંઘન કર્યું હતું. આ અંગે ચૂંટણીપંચે જણાવ્યું હતું કે, કોઈ પણ નિયમનું ઉલ્લંઘન થયું નથી. સાથે જ કૉન્ગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને ચૂંટણીપંચે મોટી રાહત આપી છે. રાહુલ ગાંધીએ મધ્યપ્રદેશમાં એક રૅલી દરમિયાન અમિત શાહને હત્યારા કહ્યા હતા. આ મામલે ચૂંટણીપંચે જણાવ્યું હતું કે, રાહુલ ગાંધીએ ચૂંટણીપ્રચાર દરમિયાન આચારસંહિતાનું ઉલ્લંઘન કર્યું નથી.

આ પણ વાંચો: ચૂંટણી પહેલા સોશિયલ મીડિયા પરપોસ્ટ કરતા વિચારજો, થઈ શકે સજા

narendra modi rahul gandhi Election 2019