'ફાની' મુદ્દે મમતા બેનર્જીને PMએ કર્યો ફોન, મમતાએ ન આપ્યો જવાબ:સૂત્ર

05 May, 2019 04:40 PM IST  |  દિલ્હી

'ફાની' મુદ્દે મમતા બેનર્જીને PMએ કર્યો ફોન, મમતાએ ન આપ્યો જવાબ:સૂત્ર

ફાની તોફાન જતું રહ્યું છે, પરંતુ હવે તેના પર રાજકારણ શરૂ થઈ ચૂક્યુ છે. લોકસભાની ચૂંટણીને લઈ પીએમ મોદી અને પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જી સામ સામે છે. ત્યારે હવે ફાની મુદ્દે પણ બંને નેતાઓ વચ્ચે ચણભણ સામે આવી છે. શનિવારે તૃણમુલ કોંગ્રેસે ફાનીને લઈ પીએમ મોદી પર નિશાન સાધ્યું. ત્યારે હવે પીએમઓના સૂત્રથી નવી વાત સામે આવી છે.

તૃણમુલ કોંગ્રેસે આરોપ લગાવ્યો હતો કે ફાનીને લઈ રાજ્યમાં સ્થિતિ જાણવા માટે પીએમઓ તરફથી પશ્ચિમ બંગાળના સીએમના બદલે રાજ્યપાલને ફોન કરવામાં આવ્યો હતો. તૃણમુલ કોંગ્રેસે આ મુદ્દે પીએમ મોદી પર નિશાન સાધ્યું હતું. જો કે હવે પીએમઓએ ટીએમસીનો આ દાવો ફગાવી દીધો છે.

આ પણ વાંચોઃ ઓરિસ્સામાં ફસાયા 400 ગુજરાતીઓ, ફાનીને કારણે ટ્રેન, ફ્લાઈટ છે રદ

પીએમઓના સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે પીએમઓ તરફથી મમતા બેનર્જીને સંપર્ક કરવાની કોશિશ વારંવાર કરાઈ હતી. પરંતુ તેમણે જવાબ નહોતો આપ્યો છે. સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, મમતા સાથે વાતચીત ન થયા બાદ PM મોદીએ પશ્ચિમ બંગાળના રાજ્યપાલ કેશરી નાથ ત્રિપાઠી સાથે વાતચીત કરી.

narendra modi