Chidambaram Arrested: તપાસ હવે નીકળી જ છે તો દૂર સુધી જઈ શકે છે..

22 August, 2019 09:50 AM IST  |  નવી દિલ્હી | નીલૂ રંજન

Chidambaram Arrested: તપાસ હવે નીકળી જ છે તો દૂર સુધી જઈ શકે છે..

તપાસ હવે નીકળી જ છે તો દૂર સુધી જઈ શકે છે..

પૂર્વ નાણામંત્રી પી ચિદંબરમની સામે વાત નીકળી છે તો હવે દૂર સુધી જશે એ પંક્તિ સટીક સાબિત થતી જોવા મળી રહી છે. ઈડી અને સીબીઆઈના દાવા પર ભરોસો કરીએ તો તેમની પાસે ન માત્ર આઈએનએક્સ મીડિયા પરંતુ ચિદંબરમની દેશ વિદેશમાં ફેલાયેલી હજારો કરોડ રૂપિયાની સંપતિ તપાસના દાયરામાં છે. એફઆઈપીબી ક્લીયરન્સને જ લઈ લો, તો આઈએનએક્સ મીડિયા અને એરસેલ મેક્સિસ ડીલ સિવાય ચાર અન્ય મામલામાં ચિદંબરમની ભૂમિકાની તપાસ કરવામાં આવી રહી છે.

દેશ-વિદેશમાં હજારો કરોડ રૂપિયાની સંપતિ
ઈડી અને સીબીઆઈનું કહેવું છે કે તપાસ શરૂ થયા બાદ આગોતરા જામીન પર ચાલી રહેલા પી ચિદંબરમ અને તેમના દીકરા કાર્તિએ ક્યારેય પૂછપરછમાં સહયોગ નથી કર્યો. દેશ-વિદેશમાં સ્થિત હજારો કરોડ રૂપિયાની સંપતિના પુરાવાઓ મોકલીને એ દેશો પાસેથી દસ્તાવેજો મંગાવવામાં આવ્યા છે. એ સિવાય તપાસના સિલસિલામાં પાડવામાં આવેલા દરોડા દરમિયા જપ્ત કરવામાં આવેલા ઈમેઈલ, હાર્ડ ડિસ્ક અને અન્ટ દસ્તાવેજોમાં મની લૉડ્રિંગ સાથે જોડાયેલા મહત્વના પુરાવાઓ મળ્યા છે. આ દસ્તાવેજો વિશે ચિદંબરની પૂછપરછ જરૂરી છે.

એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે લગભગ દોઢ વર્ષથી એજન્સીઓ પૂછપરછ કરી રહી છે. તે કોઈ પણ કિંમત પર પૂછપરછનો મોકો ગુમાવવાની સ્થિતિમાં નથી. આ જ કારણ છે કે સીબીઆઈ અને ઈડીની ટીમ ન માત્ર સતત ચિદંબરમને શોધતી રહી, પરંતુ તેની સામે લૂક આઉટ નોટિસ જાહેર કરી દીધી. જેથી તેઓ દેશ છોડીને ન જઈ શકે.

કાર્તિ ચિદંબરમની અનેક શેલ કંપનીઓ
ઈડીના ઉચ્ચ પદ પર રહેલા સૂત્રો અનુસાર કાર્તિ ચિદંબરમની અનેક શેલ કંપનીઓ છે. જે તેણે લાંચની રકમ લેવા માટે બનાવી હતી. તેમણે દાવો કર્યો કે નાણામંત્રીના રૂપમાં પી ચિદંબરમ વિવિધ કંપનીઓની ગેરકાયદે મદદ કરતા હતા, બદલામાં આ શેલ કંપનીઓમાં રકમ જમા કરાવવામાં આવતી હતી.

પનામા પેપર્સમાં પણ આવ્યું હતું કાર્તિકની શેલ કંપનીનું નામ
ઈડીએ દાવો કર્યો છે કે કાર્તિ ચિદંબરમની એક સેલ કંપનીમાં બ્રિટિશ વર્જિન આયલેન્ડ સ્થિત એક કંપનીએ મોટી રકમ જમા કરાવી હતી. ઈડીના અનુસાર આ કંપનીનું નામ પનામા પેપર્સમાં પણ આવ્યું હતું. એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે કાર્તિ અને પી ચિદંબરમના વિદેશ સ્થિત બે ડઝનથી વધારે બેંક ખાતા પણ મળ્યા છે, જેમાં કરોડોની રકમ જમા કરાવવામાં આવી હતી. અને તેનો ઉપયોગ અંગત ખર્ચ માટે થતો હોવાના પણ પુરાવાઓ છે.

આ પણ જુઓઃ ટ્રેડિશનલ વૅરમાં એકદમ ગુજરાતી ગોરી લાગી રહી છે કિંજલ દવે

આઈએનએક્સ મીડિયા સિવાય આ મામલાઓમાં પણ પી ચિદંબરમની ભૂમિકા સંદિગ્ધ
સીબીઆઈના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યુંકે ચિદંબરમની સામે હાલ એરસેલ મેક્સિસ અને આઈએનએક્સ મીડિયા મામલે તપાસ ચાલી રહી છે. આ સિવાય ડિયાગો સ્કૉટલેન્ડ, કટારા હોલ્ડિંગ્સ, એસ્સાર સ્ટીલ અને એફઆઈપીબી ક્લિયરન્સમાં પણ ચિદંબરમની ભૂમિકા શંકાના દાયરામાં છે.

p chidambaram national news