છત્તીસગઢમાં ઓબીસીને મળશે ૧૪ ટકાને બદલે ૨૭ ટકા અનામત

17 August, 2019 08:44 AM IST  | 

છત્તીસગઢમાં ઓબીસીને મળશે ૧૪ ટકાને બદલે ૨૭ ટકા અનામત

પ્રતીકાત્મક તસવીર

છત્તીસગઢના મુખ્ય પ્રધાન ભૂપેશ બધેલે રાજ્યમાં શિક્ષણ અને નોકરીઓમાં અન્ય પછાત વર્ગો અને આદિવાસીઓ માટે અનામતની ટકાવારીમાં વધારો કરવાની જાહેરાત કરી છે. આદિવાસીઓ માટે અનામતમાં એક ટકાનો વધારો થયો જ્યારે અન્ય પછાત વર્ગો (ઓબીસી) માટે અનામત લગભગ બમણી થઈ ગઈ છે. હાલમાં છત્તીસગઢમાં અન્ય પછાત વર્ગો માટે ૧૪ ટકા અનામત છે એ હવે વધીને ૨૭ ટકા થશે.

રાજ્યની રાજધાની રાયપુરમાં સ્વતંત્રતા દિવસ પર સંબોધન કરતાં ભૂપેશ બધેલે જાહેરાત કરતાં કહ્યું કે ‘દલિતો, આદિવાસીઓ અને અન્ય પછાત વર્ગના લોકો ખૂબ શાંતિપૂર્વક તેમના અધિકારો માટે અવાજ ઉઠાવી રહ્યા છે અને સરકારની જવાબદારી છે કે તેમના બંધારણીય અધિકારોની રક્ષા કરે.’

આ પણ વાંચો: અરૂણ જેટલીની હાલત નાજૂક, અમિત શાહ-હર્ષવર્ધન પહોંચ્યા AIIMS

ભૂપેશ બધેલે કહ્યું કે ‘આ દિશામાં એક મહત્ત્વપૂર્ણ પગલું ભરતાં આજે હું જાહેર કરું છું કે અન્ય પછાત વર્ગોને ૨૭ ટકા અનામત મળશે. દલિતોને ૧૩ ટકા અને આદિવાસીઓને ૩૨ ટકા અનામત મળશે.’ આ સિવાય તેમણે છત્તીસગઢમાં ગુરેલા, પેન્ડ્રા-મારવાહી જેવા નવા જિલ્લાની જાહેરાત પણ કરી હતી. આ નવો જિલ્લો બિલાસપુરમાંથી બનશે. હવે રાજ્યમાં ૨૮ જિલ્લા હશે.

gujarati mid-day