Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > અરૂણ જેટલીની હાલત નાજૂક, અમિત શાહ-હર્ષવર્ધન પહોંચ્યા AIIMS

અરૂણ જેટલીની હાલત નાજૂક, અમિત શાહ-હર્ષવર્ધન પહોંચ્યા AIIMS

17 August, 2019 08:16 AM IST |

અરૂણ જેટલીની હાલત નાજૂક, અમિત શાહ-હર્ષવર્ધન પહોંચ્યા AIIMS

અરૂણ જેટલીની હાલત નાજૂક, અમિત શાહ-હર્ષવર્ધન પહોંચ્યા AIIMS


પૂર્વ નાણાપ્રધાન અરૂણ જેટલીની હાલત નાજૂક છે અને AIIMSમાં સતત ડોક્ટરની વિશેષ ટીમ તેમની સારવાર કરી રહી છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ હોસ્પિટલ પહોંચ્યા હતા અને તેની હાલચાલ પૂછ્યા હતા. અરૂણ જેટલીનું સ્વાસ્થ્ય બગડતા 9 ઓગસ્ટે તેમને સારવાર અર્થે AIIMS લાવવામાં આવ્યા હતા. અરૂણ જેટલી હાલત ગંભીર કહેવામાં આવી રહી છે જેના કારણે શુક્રવાર મોડી રાત્રે સ્વાસ્થ્ય પ્રધાન હર્ષવર્ધન પણ હોસ્પિટલ પહોંચ્યા હતા.

શુક્રવાર સાંજથી ફરી એકવાર દિગ્ગજ નેતાઓનું હોસ્પિટલ પહોંચવાનું શરૂ થયું છે. અમિત શાહ , હર્ષવર્ધન સાથે ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ અરૂણ જેટલીને મળવા હોસ્પિટલ પહોચ્યા હતા. પૂર્વ નાણાપ્રધાન અરૂણ જેટલીની છેલ્લા ઘણા દિવસથી નવી દિલ્હીની એમ્સ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. શુક્રવાર સવારે આશરે 11 વાગ્યાની આસપાસ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પણ અરૂણ જેટલીને મળવા પહોંચ્યા હતા.


Whatsapp-channel Whatsapp-channel

17 August, 2019 08:16 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK