આ કારણથી ચેન્નાઈમાં ઘરબાર છોડીને જઈ રહ્યા છે લોકો

03 June, 2019 05:55 PM IST  |  ચેન્નાઈ

આ કારણથી ચેન્નાઈમાં ઘરબાર છોડીને જઈ રહ્યા છે લોકો

આખા દેશમાં ગરમી પોતાનો કૅર વર્તાવી રહી છે. કેટલાક વિસ્તારોમાં તો તાપમાન 50 ડિગ્રીને અડ્યું છે. ગરમીથી બચવા માટે લોકો વલખાં મારી રહ્યા છે. ગરમીથી બચવા માટે ઝડપથી વરસાદ આવે તે માટે લોકો પ્રાર્થના કરી રહ્યા છે. પરંતુ દૂર દૂર સુધી ચોમાસાના કોઈ એંધાણ નથી. દેશના કેટલાક વિસ્તારો એવા પણ છે જ્યાં પાણીની તંગી લોકોના જીવ લઈ રહી છે. એક તરફ આભમાંથી વરસતા અંગારા અને બીજી તરફ તપતી ધરતી માટે પાણી મેળવવા લોકો ટળવળી રહ્યા છે.

ચેન્નાઈમાં સ્થિતિ એટલી ગંભીર છે કે લોકો શહેર છોડીને જઈ રહ્યા છે. ચેન્નાઈમાં પાણીની તંગી એટલી ભયંકર છે કે આ શહેરમાં રહેવું ભારે પડી રહ્યું છે. કેટલાક લોકો નોકરીમાંથી રજા લઈને બીજા રાજ્યમાં જતા સગાસબંધીઓના ત્યાં જઈ રહ્યા છે. આજતક ડોટ કોમના રિપોર્ટ પ્રમાણે કેટલાક લોકોએ ઘરબાર જ વેચી દીધા છે.

આજતક ડોટ કોમના રિપોર્ટ પ્રમાણે અશોક નામના વ્યક્તિ જે વર્ષોથી ચેન્નાઈના કોડબક્મ વિસ્તારમાં રહેતા હતા, તે ઓ હવે ઘર બદલીને કે કે નગરમાં શિફ્ટ થઈ ગયા છે. તેમનું કહેવું છે કે દિવસમાં ફક્ત ત્રણ કલાક જ પાણી આવે છે, એમાંય તે સમયે જો ઘરે ન હોય તો પાણી નથી મળતું. એટલે તેઓ બીજા વિસ્તારમાં શિફ્ટ થયા છે.

ઉલ્લેખનીય છે કે 2017માં ઓછા વરસાદ અને 2018માં નહિવત વરસાદને કારણે ચેન્નાઈમાં ભૂગર્ભ જળ ખૂબ જ ઉંડે પહોંચી ચૂક્યુ છે. બોરિંગનું પાણી સુકાઈ ચૂક્યુ છે. અહીં રોજ પાણી લેવા માટે લોકોને લાઈન લગાવવી પડી છે. રાજ્ય સરકાર ચેન્નાઈ સહિત 17 જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરી ચૂકી છે. ચેન્નાઈ માટે પાણીના સોર્સ સમાન ચાર મોટા જળાશય પણ લગભગ સૂકાઈ ચૂક્યા છે.

આ પણ વાંચોઃ અમદાવાદ-ગાંધીનગરમાં 45, તો વડોદરા-રાજકોટમાં પારો 44 ડિગ્રીએ

પેરઉનગુદીમાં રહેનરા શ્રીકાંતે આજતક સાથેની વાતચીતમાં કહ્યું કે તેઓ પાણીની સમસ્યાના કારણે જ પોતાના સગા સંબંધીને ત્યાં શિફ્ટ થઈ ચૂક્યા છે. તેઓ પાણીની તંગીને કારણે બેંગ્લોરમાં પોતાની બહેનના ઘરે રહેવા જતા રહ્યા છે. તેમના ઘરે છેલ્લા 10 દિવસથી પાણી ન આવતા તેઓ પરિવાર સાથે ઘર છોડી ચૂ્યા છે.

chennai national news