સ્કુલ બસમાંથી વિદ્યાર્થીઓ પડવાનો કિસ્સો ફરી સામે આવ્યો, જુઓ વીડિયો

18 June, 2019 05:07 PM IST  |  ચેન્નઇ

સ્કુલ બસમાંથી વિદ્યાર્થીઓ પડવાનો કિસ્સો ફરી સામે આવ્યો, જુઓ વીડિયો

ચેન્નઇ

ચેન્નઇમાં વિદ્યાર્થીઓ બસમાં જઇ રહ્યા હતા. ત્યારે એકાએક બ્રેક લાગવાથી તે બધાં જ બાળકો બસની બહાર નીચે પડ્યા. જેનો એક વીડિયો પણ વાયરલ થયો છે.

ચેન્નઇમાં બસ ડેના દિવસે વિદ્યાર્થીઓથી ભરાયેલી બસ એક્સિડેન્ટની શિકાર બની. હકીકતે ચેન્નઇમાં કેટલાક વિદ્યાર્થીઓ બસ ડેના દિવસે બસની ઉપર ચડીને નારા લગાવતા હતા. તેનો એક વીડિયો પણ વાયરલ થયો છે. મળતી માહિતી પ્રમાણે, અહીં વિદ્યાર્થીઓ બસની ઉપર ચડીને મસ્તી કરતાં હતા ત્યારે એકાએક બ્રેક લાગવાથી બધાં જ વિદ્યાર્થીઓ નીચે પડ્યા. એવામાં કેટલાક વિદ્યાર્થીઓને ઇજા પણ થઇ છે. પોલીસે હાલ 24 વિદ્યાર્થીઓની ધરપકડ કરી છે.

બસની ઉપર ચડીને કૉલેજના નામના લગાવ્યા નારા
ચેન્નઇ પોલીસ પ્રમાણે, ચેન્નઇ પચ્ચઇઅપ્પાસ કૉલેજના વિદ્યાર્થીઓ મહાનગરની બસ નંબર 40 એમાં જઇ રહ્યા હતા. બસ પહેલેથી જ વિદ્યાર્થીઓથી ભરાયેલી હતી. કંડક્ટર અને ડ્રાઇવરે ના પાડ્યા પછી પણ ઘણા વિદ્યાર્થીઓ બસની ઉપર ચડી ગયા. રસ્તામાં તે સતત તેની કૉલેજના નામના નારાઓ લગાડતા રહ્યા. બસની આગળ પણ બાઇક પર કૉલેજના વિદ્યાર્થીઓ હતા.

આ પણ વાંચો : પેટ્રોલ ૨૦ દિવસમાં થયું ૧.૯૩ રૂપિયા સસ્તું

24 જેટલા વિદ્યાર્થીઓની કરી ધરપકડ
અયનાવરમ પાસે એકાએક બસની આગળ બાઇક પર સવાર વિદ્યાર્થીએ બ્રેક મારી દીધી અને પછી બસ ડ્રાઇવરને પણ બ્રેક લગાવવી પડી. જેના કારણે બસની ઉપર ચડેલા વિદ્યાર્થીઓ બસની સામે પડ્યા. જ્યારે પોલીસ ત્યાં પહોંચી ત્યારે ગભરામણને કારણે વિદ્યાર્થીઓ પહેલે જ ત્યાંથી ગાયબ થઈ ગયા. ત્યાર પછી પોલીસે 24 વિદ્યાર્થીઓની ધરપકડ કરી છે.

chennai national news