ચેન્નાઈ: ઓપરેશન દરમિયાન 7 વર્ષના મોંઢામાંથી નીકળ્યા 500 કરતા વધારે દાંત

31 July, 2019 08:45 PM IST  | 

ચેન્નાઈ: ઓપરેશન દરમિયાન 7 વર્ષના મોંઢામાંથી નીકળ્યા 500 કરતા વધારે દાંત

નીકળ્યા જડબામાંથી 526 દાંત

ચેન્નાઈમાં સવિતા ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલના ડોક્ટરો માટે એક સામાન્ય ઓપરેશન અજીબોગરીબ બન્યું હતું. ડોક્ટરોએ 7 વર્ષના બાળકનું સામાન્ય ઓપરેશન કર્યું હતું જેના મોંઢામાંથી 526 દાંત કાઢ્યાં હતા. આ બાળકને નીચેના જડબામાં સોજો હોવાના કારણે હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો અને તપાસમાં ખ્યાલ આવ્યો કે બાળક કોઈ અસામાન્ય પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યું છે. રિપોર્ટ્સ કરાતા આ વાત સ્પષ્ટ થઈ હતી. આ એક અસ્વભાવિક મેડિકલ કંડિશન હતી જેને કમ્પાઉન્ડ કમ્પોઝિટ ઓન્ડોટોમ નામ આપવામાં આવ્યું છે. આ સાથે જ દાવો કરવામાં આવ્યો હતો કે આ દુનિયાનો આવો પહેલો મામલો છે.

ડોક્ટરો અનુસાર દાંતોમાં અસ્વભાવિક વિકાસ મોબાઈલ ટાવરથી નીકળતુ રેડિએશન હોઈ શકે છે. જેનેટિક ડિસઓર્ડરના કારણે બાળકને આ પ્રકારની સમસ્યા થઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે. કોલેજના ઓરલ સર્જન ડૉ.પ સેંથિલનાથને કહ્યું હતું કે, પહેલીવાર જ્યારે બાળકના માતા-પિતા આવ્યા ત્યારે બાળક ત્રણ વર્ષનો હતો અને તેને જડબામાં સોજો હોવાની સમસ્યા હતી. સામાન્ય સોજો હોવાના કારણે તેઓ બેફિકર હતા પરંતુ સોજાનું પ્રમાણ વધતા બાળકને હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: 40 વર્ષ બાદ બદલયો B.Edનો કોર્સ, આ રીતે બની શકાશે શિક્ષક

બાળકના નીચેના જડબાના એક્સ-કે અને સીટી સ્કેન કરાતા ખ્યાલ આવ્યો હતો કે. બાળકના પેઢામાં નાના અને પતલા દાંત છે અને સર્જરી હાથ ધરવામાં આવી હતી. દાંત જડબાના અંદરના ભાગે હોવાના કારણે જોઈ શકવા મુશ્કેલ હતા. બાળકને એનેસ્થીસિયા આપીને તને જડબાના એકભાગને સાવધાનીપૂર્વક કાઢવામાં આવ્યું હતું જેમાથી આ દાંત બહાર કાંઢવામાં આવ્યા હતા. ડોક્ટરોને આ વધારાના દાંત કાઢવામાં 5 કલાક કરતા પણ વધારે સમય લાગ્યો હતો.