Chandrayaan2: ઈતિહાસ રચવા માટે તૈયાર છે ભારત, કાઉન્ટ ડાઉન થયું શરૂ

14 July, 2019 01:26 PM IST  |  નવી દિલ્હી

Chandrayaan2: ઈતિહાસ રચવા માટે તૈયાર છે ભારત, કાઉન્ટ ડાઉન થયું શરૂ

ઈતિહાસ રચવા માટે તૈયાર છે ભારત

અંતરિક્ષની દુનિયામાં વધુ એક ઉપલબ્ધિ તરફ ભારતે ડગ માંડ્યા છે. Indian Space Research Organisationના ચંદ્રયાન-2માટે કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે. રવિવારે સવારે 6 વાગ્યેને 51 મિનિટથી શરૂ થયેલું આ કાઉન્ટ ડાઉન 20 કલાક સુધી ચાલશે. ઈસરોનું સૌથી ભારે રોકેટ જિયોસિંક્રોનસ સેટેલાઈટ લૉન્ચ વેહીકલ-માર્ક 3 યાનને લઈને રવાના થશે. જે 15 જુલાઈએ સવારે 2 વાગ્યેને 52 મિનિટે શ્રી હરીકોટાના સતીશ ધવન સેન્ટરથી લૉન્ચ થશે. કાઉન્ટ ડાઉન દરમિયા રૉકેટ અને યાનની આખી સિસ્ટમને તપાસવામામ આવશે. સાથે જ રોકેટને ઈંધણથી ભરવામાં આવશે. જાણીએ આ મિશન સાથે જોડાયેલી ખાસ વાતો..

ચંદ્ર પર યાન ઉતારનારો ચોથો દેશ બનશે ભારત
અભિયાનની સફળતા સાથે જ ચંદ્ર પર યાન ઉતારનારો ભારત ચોથો દેશ બની જશે. આ પહેલા અમેરિકા, ચીન અને રશિયા પોતાના યાન ચંદ્ર પર ઉતારી ચુક્યા છે.

15 માળ જેટલું ઉંચું છે બાહુબલી
640 ટન વજનનું જીએસએલવી માર્ક-3ને તેલુગુ મીડિયાઓ બાહુબલી અને ઈસરોએ ફેટ બૉય નામ આપ્યું છે. જે 375 કરોડના ખર્ચે બન્યું છે. જેની ઉંચાઈ 44 મીટર છે. જે 15 માળની ઈમારતને બરાબર છે. જે ચાર ટન વજનના સેટેલાઈટને આકાશમાં લઈ જવા માટે સક્ષણ છે.

3 ભાગમાં વહેંચાયું છે ચંદ્રયાન
ચંદ્રયાન-2 ત્રણ ભાગમાં વહેંચાયેલું છે. જેમાં ઑર્બિટર, લેન્ડર અને રોવરનો સમાવેશ થાય છે. ઑર્બિટરનું વજન 3500 કિલો અને લંબાઈ અઢી મીટર છે. લેન્ડરનું નામ વિક્રમ છે. જેનું વજન 1400 કિલો અને લંબાઈ સાડા ત્રણ મીટર છે. રોવરનું નામ પ્રજ્ઞાન છે. જેનું વજન 27 કિલો અને લંબાઈ એક મીટર છે.

આ પણ વાંચોઃ જાણો આજ-કાલ શું કરી રહ્યા છે 'હમ પાંચ'ના કલાકારો?

આવી હશે ચંદ્ર સુધીની સફર
ચંદ્રયાન-2 6 કે 7 સપ્ટેમ્બે ચાંદની સપાટી પર ઉતરશે તેવું અનુમાન છે. 16 મિનિટની ઉડાન બાદ રૉકેટ આ યાનને પૃથ્વીની બહારની કક્ષામાં પહોંચાડી છે. જે બાદ 16 દિવસો સુધી તે ધરતીની પરિક્રમા કરતા ચંદ્ર તરફ આગળ વધશે.

indian space research organisation