Chandrayaan-2: લેન્ડર વિક્રમ પરની આશા ખતમ, આ છે ઈસરોનો આગામી પ્લાન

21 September, 2019 12:16 PM IST  |  નવી દિલ્હી

Chandrayaan-2: લેન્ડર વિક્રમ પરની આશા ખતમ, આ છે ઈસરોનો આગામી પ્લાન

Chandrayaan-2: લેન્ડર વિક્રમ પરની આશા ખતમ

ઈસરોના પ્રમુખ કે સિવને શનિવારે જણાવ્યું કે ચંદ્રયાન-2નું ઑર્બિટર સારી રીતે કામ કરી રહ્યું છે. ઑર્બિટરમાં 8 ઈન્સ્ટ્રૂમેન્ટ હોય છે. જે સારી રીતે કામ કરી રહ્યા છે. તેને પરોક્ષ રૂપે એ પણ સાફ કરી દીધું કે લેન્ડર વિક્રમ પાસેથી આશાઓ ખતમ થઈ રહી છે. તેમણે આગળ કહ્યું કે અમે લેન્ડર વિક્રમ સાથે સંપર્ક સ્થાપિત નથી કરી શક્યા. અમારી આગામી પ્રાથમિકતા ગગનયાન મિશન છે.

છવાઈ જશે અંધકાર
ચંદ્રમાં પર દિવસ ઢળવાની સાથે જ શનિવારે રાત્રે અંધકાર છવાઈ જશે અને એ સાથે જ લેન્ડરનું જીવન ખતમ થઈ જશે. ચંદ્રમાની સપાટી પર વિક્રમનું જીવન માત્ર એક ચંદ્ર દિવસ(પૃથ્વીના 14 દિવસ બરાબર) હતું. સાત સપ્ટેમ્બરે ચંદ્રમાની સપાટી પર લેન્ડિંગથી માત્ર 2.1 કિમી પહેલા જ તેનો સંપર્ક તૂટી ગયો હતો.

લેન્ડર વિક્રમ પાસેથી આશા ખતમ
ઈસરોએ કહ્યું હતું કે ચંદ્રમાં પર રાત હોવાના કારણે લેન્ડરમાં લાગેલી બેટરી ચાર્જ નહીં થઈ શકે અને એકવાર સ્લીમ મૂડમાં ગયા બાદ તે ફરીથી સક્રીય નહીં થઈ શકે. જેથી ઈસરોના વૈજ્ઞાનિકોએ આશા નહોતી છોડી અને તેઓ સતત વિક્રમ સાથે સંપર્ક સાધવાનો પ્રયાસ કરી રહ્યા હતા. જો કે હવે સાફ થઈ ગયું છે કે વિક્રમ સાથે સંપર્ક સ્થાપિત નથી થઈ રહ્યો.

ખરાબ થઈ જશે લેન્ડરના ઉપકરણ
કારણ એ છે કે આ બાદ ચંદ્રના દક્ષિણી ધ્રુવ પર રાત થઈ જશે. અહીં રાત દરમિયાન તાપમાન ખૂબ જ નીચે જતું રહે છે. ઘણીવાર તાપમાન શૂન્યથી 200 ડિગ્રી નીચે સુધી ચાલ્યું જાય છે. લેન્ડર અને તેની અંદર લાગેલા રોવર પર જે વૈજ્ઞાનિક ઉપકરણો લાગેલા છે, તેને આ તાપમાન પર કામ કરવા માટે લાયક નથી બનાવવામાં આવ્યા. આ તાપમાન સુધી આવતા આવતા કેટલાક ઉપકરણો ખરાબ થઈ જશે. ચંદ્રના દિવસ અને રાત ધરતીના 14-14 દિવસ બરાબર હોય છે.

આ પણ જુઓઃ Happy Birthday Kareena: પ્રેમાળ માતા અને પર્ફેક્ટ પત્ની છે બેબો, જુઓ તસવીરો

જણાવી દઈએ કે ભારતના મિશન ચંદ્રયાન-1થી ચંદ્રમાની સપાટી પર પાણી હોવાની ખબર પડી હતી. હવે ચંદ્રયાન-2ના ઓર્બિટર પાસેથી ઘણી આશાઓ છે. વૈજ્ઞાનિકોનું અનુમાન છે કે ચંદ્રમાં પર હિલિયમ-3, પ્લેટનિન અને પેલડિયમ જેવા મૂલ્યવાન પદાર્થો હોય શકે છે.વૈજ્ઞાનિકોનું માનીએ તો ઑર્બિટર પહેલાથી નિર્ધારિત એ વર્ષની તુલનામાં સાત વર્ષ સુધી ચંદ્રની પરિક્રમા કરીને પ્રયોગોને અંજામ આપતા રહેશે.

isro national news