Chandrayaan-2 ચંદ્ર તરફ રવાના, છોડી પૃથ્વીની કક્ષા

14 August, 2019 12:47 PM IST  |  શ્રીહરિકોટા

Chandrayaan-2 ચંદ્ર તરફ રવાના, છોડી પૃથ્વીની કક્ષા

ચંદ્રયાન ટુ પૃથ્વીની ભ્રમણકક્ષા છોડીને પોતાની મંઝિલ તરફ રવાના થઈ ચૂક્યુ છે. મંગળવારે રાત્રે 2 વાગીને 21 મિનિટે ચંદ્ર યાને પૃથ્વીની કક્ષા છોડી હતી, હવે તે ચંદ્ર તરફ આગળ વધી રહ્યું છે. આ પ્રક્રિયાને TLI એટલે કે ટ્રાન્સ લુનર ઈસર્શન કહેવામાં આવે છે. ચંદ્ર તરફ રવાના થતા પહેલા ચંદ્રયાન 2 પૃથ્વીની કક્ષામાં 23 દિવસ વીતાવી ચૂક્યા છે.

ઈસરોના ચેરમેન કે. સિવનના કહેવા પ્રમાણે,'ચંદ્રયાદન 2ને ચંદ્રમા સુધી પહોંચવામાં હજી 6 દિવસનો સમય લાગશે. ચંદ્રયાન 2 લ્યુનાર ટ્રાન્સફર ટ્રાન્ઝેક્ટરી સિસ્ટમમાં પ્રવેશી ચૂક્યુ છે. 20 ઓગસ્ટે ચંદ્રયાન 2 ચંદ્રની કક્ષામાં પહોંચી જશે.' ઉલ્લેખનીય છે કે ચંદ્ર અને પૃથ્વી વચ્ચે 3.84 લાખ કિલોમીટરનું અંતર છે.

ઉલ્લેખનીય છે કે ચંદ્રયાન 7 સપ્ટેમ્બરે ચંદ્ર પર પહોંચવાનું છે. જો કે એક સપ્તાહ મોડુ લોન્ચ થતા આ તારીખ બદલાય તેવી શક્યતા હતી. પરંતુ આ તારીખ જાળવી રાખવા માટે ચંદ્રયાને પૃથ્વીનું એક ચક્કર ઓછું લગાવ્યું છે. જેને કારણે તે 7 સપ્ટેમ્બરે જ ચંદ્ર પર પહોંચશે.

આ પણ વાંચોઃ Veronica Gautam:ગુજરાતી ફિલ્મોની દિશા બદલનાર ફિલ્મ 'કેવી રીતે જઈશ'ની આયુષી યાદ છે ? 

ચંદ્રયાન-ટૂની સૌથી મોટી ખાસિયત એ છે કે એની સંપૂર્ણ ટેક્નૉલૉજી ભારતીય એન્જિનિયરોએ બનાવી છે. આ ચંદ્રયાન પોતાની સાથે એક લૅન્ડર અને એક રોવર લઈ જઈ રહ્યું છે. ૬૪૦ ટનનું વજન ધરાવતું જીએસએલવી એમકે-થ્રી સૅટેલાઇટ લૉન્ચર જેને મીડિયા બાહુબલીના નામે ઓળખાવે છે એ રૉકેટ આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટા ખાતેના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી ૧૫ જુલાઈએ રાતે ૨.૫૧ વાગ્યે ૩.૮ ટનનું ચંદ્રયાન-ટૂ લઈને અવકાશમાં જશે. આ સ્પેસ ક્રાફ્ટમાં ત્રણ સેગમેન્ટ છે; ઑર્બિટર, લૅન્ડર અને રોવર.

national news