Chandrayaan 2:બસના ટાયર પર સુસુ કરે છે વૈજ્ઞાનિકો,જાણો વિચિત્ર માન્યતા

22 July, 2019 12:25 PM IST  |  મુંબઈ

Chandrayaan 2:બસના ટાયર પર સુસુ કરે છે વૈજ્ઞાનિકો,જાણો વિચિત્ર માન્યતા

ચંદ્રયાન ટુ લોન્ચ એ ભારતના ખગોળીય ઈતિહાસની એક મહત્વની ઘટના છે. પહેલી વખત લોન્ચિંગ રોકાયા બાદ ભારતે બીજો પ્રયત્ન ર્યો છે ચંદ્રયાન 2ને ચંદ્ર પર ઉતારવાની પ્રક્રિયામાં વિજ્ઞાન જ વરદાન બનેલું છે, પરંતુ વાત જ્યારે માન્યતા અને રીતિ રિવાજની વાત આવે ત્યારે વિજ્ઞાન પણ ભગવાનના શરણે જાય છે. કદાચ એટલે જ ઈસરોના તમામ વૈજ્ઞાનિકો કોઈ પણ લોન્ચ પહેલા તમામ પ્રકારના ધાર્મિક અનુષ્ઠાન અને માન્યતાઓને પૂરા કરે છે.

13નો અંક મનાય છે અશુભ

રોકેટ PLSV-C 12 બાદ ઈસરોએ રોકે Pslvc-14ને પોતાનું સારથિ બનાવ્યું છે. તમામ અંતરિક્ષ એજન્સીઓ 13ના અંકને અશુભ માને છે, એટલે 12 પછી 14 નંબર અપાયો છે. ચંદ્રના સ્તર પર ઉતરનાર એપોલો 13ની નિષ્ફળતા બાદ કોઈ પણ અંતરિક્ષ એજન્સીએ આ નંબરના નામ પર કોઈ મિશન નથી રાખ્યું.

મંગળવારે લોન્ચિંગ નહીં

ઈસરો ક્યારેય મંગળવારે કોઈ રોકેટ લોન્ચ નથી કરતું. સામાન્ય રીતે આ માન્યતા છે. જો કે 450 કરોનડા ખ્ચે માર્સ ઓર્બિટર મિશન માટે મંગળવારે જ લોન્ચિંગ કરાયું હતું. આ સાથે જ આ પરંપરા પણ તૂટી ગઈ.

ભગવાન વેંકટેશ્વરની પૂજા

કોઈ પણ લોન્ચિંગ પહેલા ઈસરોના મુખ્ય વૈજ્ઞાનિકો આંધ્રપ્રદેશના તિરુમાલામાં ભગવાન વેંકટેશ્વરની પૂજા કરે છે, અને રોકેટનનું નાનુ મોડેલ ચડાવવામાં આવે છે, જેથી મિશનમાં સફળતા મળી શકે. ફક્ત ભારતીય અંતરિક્ષ એજન્સી જ નહીં નાસા અને રશિયન સહિત દુનિયાભરના વૈજ્ઞાનિકો પોતાના મિશનની સફળતા માટે ધાર્મિક અનુષ્ઠાન કરે છે.

પહેરે છે નવા શર્ટ

જૂની પરંપરાઓ પ્રમાણે રોકેટ લોન્ચિંગના દિવસે તે પ્રોજેક્ટના ડિરેક્ટર નવા શર્ટ પહેરે છે.

બનાવવામાં આવે છે ત્રિપુંડ

ઈસરોના તમામ મશીન પર કંકુથી ત્રિપુંડ દોરવામાં આવે છે. ભગવાન શિવના પ્રતીક રૂપે આ ત્રિપુંડ દોરવામાં આવે છે.

રશિયાની વિચિત્ર માન્યતા

રશિયન અંતરિક્ષ યાત્રી જે રોકેટથી અવકાશમાં જવાના હોય છે, તેને બેસવાની ક્ષણ સુધી એક પણ વાર નથી જોતા. આ માન્યતા દાયકાઓથી ચાલે ચે.

નથી થતું કાઉન્ટ ડાઉન

રાહુ કાળના સમયે ઈસરોના વૈજ્ઞાનિકો રોકેટ લોન્ચ કરવા માટે કાઉન્ટ ડાઉન શરૂ નથી કરતા. ઈસરોના વૈજ્ઞાનિકો મુજબ દોઢ બે કલાકનો આ સમય કોઈ પણ નવું કામ શરૂ કરવા માટે અશુભ માનવામાં આવે છે. જો કે બે ગ્રહ વચ્ચેના કોઈ પણ અભિયાન માટે રોકેટ લોન્ચનો શુભ સમય સંભવ નથી હોતો. એટલે જ એવો સમય પસંદ કરીને શુભ મુહૂર્ત જોવામાં આવે છે, જ્યારે રોકેટ જે તે ગ્રહની કક્ષામાં પ્રવેશ કરે. તે પ્રમાણે કાઉન્ટ ડાઉન શરૂ કરવામાં આવે છે.

મગફળી ખાવાની પ્રથા

અમેરિકન અંતરિક્ષ એજન્સી નાસા જ્યારે કોઈ મિશન લોન્ચ કરે ત્યારે જેટ પ્રોપલ્શન લેબોરેટરીમાં બેઠેલા વૈજ્ઞાનિકો મગફળી ખાય છે. 1960માં રોજર મિશન 6 વખત નિષ્ફળ ગયું હતું, જો કે સાતમી વખતે તે સફળ થયું ત્યારે લેબમાં કોઈ વૈજ્ઞાનિક મગફળી ખાતો હતો. ત્યારથી આ પ્રથા શરૂ થઈ છે. લોન્ચ પહેલા સાયન્ટિસ્ટ્સને નાસ્તામાં ઈંડા, ભજીયા અને મીટ જ મળે છે.

આ પણ વાંચોઃ વૃષિકા મહેતાઃ દિલથી ગુજરાતી છે ટેલિવુડની આ ટેલેન્ટેડ એક્ટ્રેસ

અંતરિક્ષમાં જતા પહેલા સૂસુ

રશિયન અંતરિક્ષ યાત્રીઓ યાનમાં બેસતા પહેલા જે બસ તેમને લોન્ચ પેડ સુધી લાવે છે, તેના પાછળના પૈડા પર મૂત્ર ત્યાગ શરૂ કરે છે. આ પ્રથા 12 એપ્રિલ 1961માં યુરી ગાગરિનના સમયથી શરૂ થઈ છે. તેઓ લોન્ચ પેડ પર પહોંચ્યા ત્યારે તેમને ખૂબ જ જોરથી પેશાબ લાગ્યો હતો. તેમણે રસ્તામાં બસ રોકીને પાછલા પૈડા પર મૂત્ર ત્યાગ કર્યો અને તેમનું મિશન સફળ થયું. એટલે જ આ પ્રથા ચાલી આવે છે.

isro national news