ચંદ્રયાને ચંદ્રની સપાટીની મોકલી 3D તસવીર

14 November, 2019 04:25 PM IST  |  New Delhi

ચંદ્રયાને ચંદ્રની સપાટીની મોકલી 3D તસવીર

ચંદ્રયાન-2ની સપાટીની તસવીર

સપ્ટેમ્બરમાં ચંદ્રની સપાટી પર કદમ રાખવાથી માત્ર કેટલીક મિનિટ દૂર હતું ત્યારે વિક્રમ લેન્ડ સાથે સંપર્ક તૂટ્યા બાદ ઑર્બિટર સતત ચંદ્રના ચક્કર લગાવી રહ્યું છે. ઑર્બિટરમાં હાજર પેલોડ્સ ઈસરોને ચંદ્રની સપાટીની તસવીરો મોકલી રહ્યા છે, જેથી ચંદ્રના વાતાવરણનો અભ્યાસ કરી શકાય. ચંદ્રયાન-2ના ઑર્બિટરે નવી થ્રીડી તસવીરો મોકલી છે. ઑર્બિટરે ચંદ્રની સપાટી પરથી આ થ્રીડી તસવીર ક્લિક કરી છે જેને ટેરેન મેપિંગ કેમેરા 2ના માધ્યમથી ક્લિક કરવામાં આવી છે.

ઈસરોએ ટ્વીટમાં લખ્યું છે કે, ચંદ્રયાન-2ના ટીએમસી-2 દ્વારા ક્લિક કવરામાં આવેલા ક્રેટર થ્રીડી તસવીર પર ધ્યાન આપો. ટીએમસી 2ના માધ્યમથી 5m સ્પેશિયલ રિઝોલ્યૂશન અને સ્ટીરિયો ટ્રિપલેટ્સ મળી શકે છે. આ પહેલા પણ ઈસરો ચંદ્રયાન-2એ લીધેલો તસવીરો ટ્વીટ કરી ચુક્યા છે. ઈસરોનું ચંદ્રયાન-2 મૂન મિશન અનેક રીતે ખાસ રહ્યું છે. આ મૂન મિશનમાં પુરી રીતે સ્વદેશી ટેક્નિકનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જો કે, ચંદ્રની સપાટી પર લેન્ડ કરવાના કેટલીક મિનિટો પહેલા જ તેનો વિક્રમ લેન્ડરથી સંપર્ક તૂટી ગયો હતો. તેમ છતાં ચંદ્રયાન 2ના ઑર્બિટરની મદદથી વૈજ્ઞાનિકો ચંદ્રની સપાટીનું અધ્યયન કરી રહ્યા છે.

આ પણ જુઓઃ Raam Mori: આ નેશનલ અવૉર્ડ વિજેતા લેખકને બનવું છે 'હાઉસ હસબન્ડ'!

કેમ ખાસ છે ચંદ્રયાનનો કેમેરા?
ચંદ્રયાનમાં ટેરેન મેપિંગ કેમેરા લગાવવામાં આવ્યો છે. જેનો ઉપયોગ ચંદ્રયાન 1ના સમયે કરવામાં આવ્યો હતો. તે ચંદ્રની સપાટી પર હાઈ રિઝોલ્યૂશન તસવીરો ક્લિક કરી શકે છે. તે ચંદ્રની કક્ષાથી 100 કિમીના અંતરથી 5 મીટરથી લઈને 20 કિમી સુધીની તસવીરો ખેંચી શકે છે. જેનાથી ઘણી મહત્વની જાણકારી મળી શકે છે.

national news isro