Raam Mori: આ નેશનલ અવૉર્ડ વિજેતા લેખકને બનવું છે 'હાઉસ હસબન્ડ'!

Updated: Nov 14, 2019, 16:08 IST | Falguni Lakhani
  • રામ મોરીનો જન્મ ભાવનગરના પાલિતાણા તાલુકાના લાખાવાડ ગામમાં થયો હતો. તેમણે શરૂઆતનો અભ્યાસ ગામમાં અને ત્યારબાદનો અભ્યાસ ભાવનગરમાં કર્યો.

    રામ મોરીનો જન્મ ભાવનગરના પાલિતાણા તાલુકાના લાખાવાડ ગામમાં થયો હતો. તેમણે શરૂઆતનો અભ્યાસ ગામમાં અને ત્યારબાદનો અભ્યાસ ભાવનગરમાં કર્યો.

    1/20
  • રામ મોરીને સાહિત્યનો રંગ તો બાળપણથી જ લાગ્યો હતો. તેમને દાદા-દાદી અને માતા વાર્તાઓ ખૂબ જ સારી રીતે કહેતા હતા. ખેતરમાં કામ કરતા કરતા તેઓ વાર્તા સાંભળતા અને ગુરૂકુળમાં આવ્યા બાદ તેમને સાહિત્યમાં વધુ ઉંડું ઉતરવાનો મોકો મળ્યો.

    રામ મોરીને સાહિત્યનો રંગ તો બાળપણથી જ લાગ્યો હતો. તેમને દાદા-દાદી અને માતા વાર્તાઓ ખૂબ જ સારી રીતે કહેતા હતા. ખેતરમાં કામ કરતા કરતા તેઓ વાર્તા સાંભળતા અને ગુરૂકુળમાં આવ્યા બાદ તેમને સાહિત્યમાં વધુ ઉંડું ઉતરવાનો મોકો મળ્યો.

    2/20
  • તરૂણાવસ્થામાં રામને બહાર રમવા જવા કરતા ટીવી જોવાનો બહુ શોખ હતો. કુમકુમ, કહાની ઘર ઘરકીથી લઈને શરારત હોય કે સારાભાઈ એક પણ શો તેઓ મિસ નહોતા કરતા.

    તરૂણાવસ્થામાં રામને બહાર રમવા જવા કરતા ટીવી જોવાનો બહુ શોખ હતો. કુમકુમ, કહાની ઘર ઘરકીથી લઈને શરારત હોય કે સારાભાઈ એક પણ શો તેઓ મિસ નહોતા કરતા.

    3/20
  • રસ તો સાહિત્યમાં પણ 11 અને 12માં જીવવિજ્ઞાન લીધું અને પછી ડિપ્લોમાં ઈન ફેબ્રિકેશન એન્જીનિયરિંગમાં એડમિશન લીધું.

    રસ તો સાહિત્યમાં પણ 11 અને 12માં જીવવિજ્ઞાન લીધું અને પછી ડિપ્લોમાં ઈન ફેબ્રિકેશન એન્જીનિયરિંગમાં એડમિશન લીધું.

    4/20
  • એડમિશન તો લઈ લીધું પણ રામનો એમાં જીવ નહોતો. કાંઈ ખબર નહોતી પડતી. રામ કહે છે મારા અસાઈનમેન્ટ અને બધુ મારો ખાસ મિત્ર વીર કરતો હતો. તેની ઈચ્છા હતી કે હું મારું એન્જીનિયરિંગ પુરું કરું.

    એડમિશન તો લઈ લીધું પણ રામનો એમાં જીવ નહોતો. કાંઈ ખબર નહોતી પડતી. રામ કહે છે મારા અસાઈનમેન્ટ અને બધુ મારો ખાસ મિત્ર વીર કરતો હતો. તેની ઈચ્છા હતી કે હું મારું એન્જીનિયરિંગ પુરું કરું.

    5/20
  • રામ જ્યારે એન્જીનિયરિંગ કરતા તે સમયે ભાવનગરની શામળદાસ કોલેજમાં અઠવાડિયે એકવાર ગદ્યસભાનું આયોજન થતું હતું, જેમાં ભાવનગરના સારા સારા લેખકો આવતા હતા. બસ અહીંથી જ રામે નક્કી કર્યું કે મારે આ જ કરવું છે.

    રામ જ્યારે એન્જીનિયરિંગ કરતા તે સમયે ભાવનગરની શામળદાસ કોલેજમાં અઠવાડિયે એકવાર ગદ્યસભાનું આયોજન થતું હતું, જેમાં ભાવનગરના સારા સારા લેખકો આવતા હતા. બસ અહીંથી જ રામે નક્કી કર્યું કે મારે આ જ કરવું છે.

    6/20
  • આ જ સમય ગાળામાં રામ અભિષેક જૈનનો સ્ક્રિપ્ટ રાઈટિંગનો સેમિનાર અટેન્ડ કરવા માટે જીવનમાં પહેલી વાર અમદાવાદ આવ્યા. જે બાદ નક્કી કર્યું કે હવે રહેવું તો અહીં જ છે!

    આ જ સમય ગાળામાં રામ અભિષેક જૈનનો સ્ક્રિપ્ટ રાઈટિંગનો સેમિનાર અટેન્ડ કરવા માટે જીવનમાં પહેલી વાર અમદાવાદ આવ્યા. જે બાદ નક્કી કર્યું કે હવે રહેવું તો અહીં જ છે!

    7/20
  • એન્જીનિયરિંગના તેઓ બીજા વર્ષમાં હતા ત્યારે તેમને સુભાષ ઘાઈને વ્હિસલિંગ વૂ઼ડ્સમાં ભણવાનો મોકો મળ્યો. રામ એ દિવસોને પોતાના જીવનના સોનેરી દિવસો ગણાવે છે.

    એન્જીનિયરિંગના તેઓ બીજા વર્ષમાં હતા ત્યારે તેમને સુભાષ ઘાઈને વ્હિસલિંગ વૂ઼ડ્સમાં ભણવાનો મોકો મળ્યો. રામ એ દિવસોને પોતાના જીવનના સોનેરી દિવસો ગણાવે છે.

    8/20
  • મુંબઈ હતા ત્યારે તેમને બાલિકા વધુમાં કામ કરવાનો મોકો મળ્યો. રામ કહે છે કે ટીવી મારો પહેલો પ્રેમ છે. મે ક્યારેય નહોતું વિચાર્યું કે હું ફિલ્મ કરીશ. થોડા સમય બાદ તેઓ વતન પાછા આવ્યા. એ દરમિયાન તે કાજલ ઓઝા વૈદ્યને પણ મળ્યા અને તેમના કામને જાણ્યું અને સમજ્યું.

    મુંબઈ હતા ત્યારે તેમને બાલિકા વધુમાં કામ કરવાનો મોકો મળ્યો. રામ કહે છે કે ટીવી મારો પહેલો પ્રેમ છે. મે ક્યારેય નહોતું વિચાર્યું કે હું ફિલ્મ કરીશ. થોડા સમય બાદ તેઓ વતન પાછા આવ્યા. એ દરમિયાન તે કાજલ ઓઝા વૈદ્યને પણ મળ્યા અને તેમના કામને જાણ્યું અને સમજ્યું.

    9/20
  • ભણવાનું પુરું કરવા તેઓ ભાવનગર ગયા અને એક દિવસ અચાનક નક્કી કર્યું કે હવે અહીં નથી રહેવું, બસ અમદાવાદ જવું છે. એન્જીનિયરિંગ અધુરું મુકી ખિસ્સામાં ખાલી 1200 રૂપિયા લઈને રામ અમદાવાદ આવી ગયા.રામને વેક અપ સિડની કોંકણાની જેમ પોતાની લાઈફ વિતાવવી હતી. એટલે તેનું સપનું હતું કે જેમ કોંકણાને મેગેઝીનમાં જોબ મળે છે તેમ તેને દિવ્ય ભાસ્કરમાં જોબ મળે. 

    ભણવાનું પુરું કરવા તેઓ ભાવનગર ગયા અને એક દિવસ અચાનક નક્કી કર્યું કે હવે અહીં નથી રહેવું, બસ અમદાવાદ જવું છે. એન્જીનિયરિંગ અધુરું મુકી ખિસ્સામાં ખાલી 1200 રૂપિયા લઈને રામ અમદાવાદ આવી ગયા.રામને વેક અપ સિડની કોંકણાની જેમ પોતાની લાઈફ વિતાવવી હતી. એટલે તેનું સપનું હતું કે જેમ કોંકણાને મેગેઝીનમાં જોબ મળે છે તેમ તેને દિવ્ય ભાસ્કરમાં જોબ મળે. 

    10/20
  • પરંતુ કોઈ કારણથી તેમને જોબ ન મળી. એ સમયે તેઓ ખૂબ જ નિરાશ થયા હતા. અમદાવાદમાં ખર્ચ કાઢવા માટે તેમણે ટાઈપિંગ, કોફી સર્વ કરવાનું સહિતના કામ કર્યા. થોડા સમય બાદ તેમને tv9માં જોબ મળી. જ્યાં તેમણે અઢી વર્ષ સુધી કામ કર્યું.

    પરંતુ કોઈ કારણથી તેમને જોબ ન મળી. એ સમયે તેઓ ખૂબ જ નિરાશ થયા હતા. અમદાવાદમાં ખર્ચ કાઢવા માટે તેમણે ટાઈપિંગ, કોફી સર્વ કરવાનું સહિતના કામ કર્યા. થોડા સમય બાદ તેમને tv9માં જોબ મળી. જ્યાં તેમણે અઢી વર્ષ સુધી કામ કર્યું.

    11/20
  • અઢી વર્ષ બાદ તેમને લાગ્યું કે તેમને આ કામ નથી કરવું. એટલે નોકરી છોડી ફ્રી લાન્સ રાઈટિંગ શરૂ કર્યું. આ જ સિલસિલામાં તેમની મુલાકાત મોન્ટુની બિટ્ટુના ડાયરેક્ટર વિજયગીરી બાવા સાથે થઈ હતી. તેઓ વિજયગીરી માટે એડ લખતા હતા.

    અઢી વર્ષ બાદ તેમને લાગ્યું કે તેમને આ કામ નથી કરવું. એટલે નોકરી છોડી ફ્રી લાન્સ રાઈટિંગ શરૂ કર્યું. આ જ સિલસિલામાં તેમની મુલાકાત મોન્ટુની બિટ્ટુના ડાયરેક્ટર વિજયગીરી બાવા સાથે થઈ હતી. તેઓ વિજયગીરી માટે એડ લખતા હતા.

    12/20
  • આ બધા વચ્ચે કાંઈક એવું બન્યું જેણે રામની જિંદગી બદલી નાખી. તેમની બુક મહોતું રિલીઝ થઈ અને તેને નેશનલ અવૉર્ડ પણ મળ્યો. જ્યારે નેશનલ અવૉર્ડ મળ્યો ત્યારે તેમના માતા-પિતા ત્યાં હાજર હતા અને તેમની આંખમાં હરખના આંસું હતા. રામ આ ક્ષણને તેમના જીવનની સૌથી યાદગાર ક્ષણ ગણાવે છે.

    આ બધા વચ્ચે કાંઈક એવું બન્યું જેણે રામની જિંદગી બદલી નાખી. તેમની બુક મહોતું રિલીઝ થઈ અને તેને નેશનલ અવૉર્ડ પણ મળ્યો. જ્યારે નેશનલ અવૉર્ડ મળ્યો ત્યારે તેમના માતા-પિતા ત્યાં હાજર હતા અને તેમની આંખમાં હરખના આંસું હતા. રામ આ ક્ષણને તેમના જીવનની સૌથી યાદગાર ક્ષણ ગણાવે છે.

    13/20
  • પ્રોફેશનલ ફ્રન્ટની વાત કરીએ તો રામ વચ્ચે મુંબઈ આવ્યા અને કલર્સ માટે રૂપઃ મર્દ કા નયા સ્વરૂપ તેમજ દિકરી વ્હાલનો દરિયો જેવી ધારાવાહિક લખી. રામને આ કામ ખૂબ જ ગમતું હતું અને ફિલ્મો લખવાનો કોઈ વિચાર નહોતો.

    પ્રોફેશનલ ફ્રન્ટની વાત કરીએ તો રામ વચ્ચે મુંબઈ આવ્યા અને કલર્સ માટે રૂપઃ મર્દ કા નયા સ્વરૂપ તેમજ દિકરી વ્હાલનો દરિયો જેવી ધારાવાહિક લખી. રામને આ કામ ખૂબ જ ગમતું હતું અને ફિલ્મો લખવાનો કોઈ વિચાર નહોતો.

    14/20
  • થયું એવું કે રામે વિજયગીરી બાવાને ફિલ્મ માટે એક વિષય સૂચવ્યો, તો વિજયગીરીએ કહ્યું કે આના પર સ્ટોરી તું જ લખી દે. રામે આ રીતે મોન્ટુની બિટ્ટુની સ્ટોરી લખી અને ફિલ્મ સાથે જોડાયા. મોન્ટુની બિટ્ટુ સમયે રામ પાસે ફિલ્મ અને ટીવી બંનેની ઑફર હતી. તેમણે ફિલ્મને પસંદ કરી અને પછી જે થયું તે સૌ જાણે છે. ફિલ્મ મોન્ટુની બિટ્ટુને ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો હતો.

    થયું એવું કે રામે વિજયગીરી બાવાને ફિલ્મ માટે એક વિષય સૂચવ્યો, તો વિજયગીરીએ કહ્યું કે આના પર સ્ટોરી તું જ લખી દે. રામે આ રીતે મોન્ટુની બિટ્ટુની સ્ટોરી લખી અને ફિલ્મ સાથે જોડાયા. મોન્ટુની બિટ્ટુ સમયે રામ પાસે ફિલ્મ અને ટીવી બંનેની ઑફર હતી. તેમણે ફિલ્મને પસંદ કરી અને પછી જે થયું તે સૌ જાણે છે. ફિલ્મ મોન્ટુની બિટ્ટુને ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો હતો.

    15/20
  • શું તમને ખબર છે કે રામ પાંચમું ધોરણ ભણતા હતા ત્યારે તેમની સગાઈ નક્કી થઈ ગઈ હતી? સમાજના રિવાજ પ્રમાણે તેમના લગ્ન વહેલા નક્કી થઈ ગયા હતા. તેઓ કૉલેજના બીજા વર્ષમાં હતા ત્યારે સગાઈ થઈ અને 2017માં લગ્ન.

    શું તમને ખબર છે કે રામ પાંચમું ધોરણ ભણતા હતા ત્યારે તેમની સગાઈ નક્કી થઈ ગઈ હતી? સમાજના રિવાજ પ્રમાણે તેમના લગ્ન વહેલા નક્કી થઈ ગયા હતા. તેઓ કૉલેજના બીજા વર્ષમાં હતા ત્યારે સગાઈ થઈ અને 2017માં લગ્ન.

    16/20
  • પત્ની સોનલ વિશે વાત કરતા રામ કહે છે કે, તેણે મને ખૂબ જ સપોર્ટ કર્યો છે. મારા પર અડગ વિશ્વાસ મુક્યો અને મને સ્વતંત્રતા આપી છે. જેના કારણે હું અહીં સુધી પહોંચી શક્યો છું. સાથે રામ કહે છે કે મારા પરિવારે પણ મને ખૂબ જ સહયોગ આપ્યો છે. તેમણે મારામાં વિશ્વાસ મુક્યો અને હું અહીં સુધી પહોંચી શક્યો.

    પત્ની સોનલ વિશે વાત કરતા રામ કહે છે કે, તેણે મને ખૂબ જ સપોર્ટ કર્યો છે. મારા પર અડગ વિશ્વાસ મુક્યો અને મને સ્વતંત્રતા આપી છે. જેના કારણે હું અહીં સુધી પહોંચી શક્યો છું. સાથે રામ કહે છે કે મારા પરિવારે પણ મને ખૂબ જ સહયોગ આપ્યો છે. તેમણે મારામાં વિશ્વાસ મુક્યો અને હું અહીં સુધી પહોંચી શક્યો.

    17/20
  • રામનો ફ્યુચર પ્લાન ઘણો રસપ્રદ છે. રામ કહે છે મારે 'હાઉસ હસબન્ડ' બનવું છે. મને શાકભાજી લેવા જવું ગમશે. રામનું સપનું છે કે તેઓ ઘર સંભાળે અને સાથે કામ પણ કરે. રામે આ વિશે તેમના પત્નીને પણ કહી રાખ્યું છે કે તેઓ ભવિષ્યમાં ઘર સંભાળવાનું પસંદ કરશે.

    રામનો ફ્યુચર પ્લાન ઘણો રસપ્રદ છે. રામ કહે છે મારે 'હાઉસ હસબન્ડ' બનવું છે. મને શાકભાજી લેવા જવું ગમશે. રામનું સપનું છે કે તેઓ ઘર સંભાળે અને સાથે કામ પણ કરે. રામે આ વિશે તેમના પત્નીને પણ કહી રાખ્યું છે કે તેઓ ભવિષ્યમાં ઘર સંભાળવાનું પસંદ કરશે.

    18/20
  • મહોતું પછી રામની કૉફી સ્ટોરી બુક આવી ગઈ છે. થોડા જ સમયમાં તેમની વધુ બે બુક્સ આવી રહી છે. સાથે જ તેઓ બે ફિલ્મો પર પણ કામ કરી રહ્યા છે.

    મહોતું પછી રામની કૉફી સ્ટોરી બુક આવી ગઈ છે. થોડા જ સમયમાં તેમની વધુ બે બુક્સ આવી રહી છે. સાથે જ તેઓ બે ફિલ્મો પર પણ કામ કરી રહ્યા છે.

    19/20
  • એક નાનકડા ગામના ખેડૂતપુત્રથી નેશનલ અવૉર્ડ વિનર રાઈટર, ફિલ્મ અને ટીવી રાઈટર સુધીની રામ મોરીની આ સફર ખૂબ જ પ્રેરણા દાયક છે.

    એક નાનકડા ગામના ખેડૂતપુત્રથી નેશનલ અવૉર્ડ વિનર રાઈટર, ફિલ્મ અને ટીવી રાઈટર સુધીની રામ મોરીની આ સફર ખૂબ જ પ્રેરણા દાયક છે.

    20/20
  • loading...

ફોટોઝ વિશે

ભાવનગરના એક નાનકડા ગામના ખેડૂતપુત્રથી નેશનલ અવૉર્ડ વિજેતા રાઈટર સુધીની લેખક રામ મોરીની સફર એકદમ ફિલ્મી રહી છે. જાણો તેમની પ્રેરણાદાયક સફરને...

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK