કાશ્મીરી ખેડૂતો માટે સરકારનું 8000 કરોડનું મિશન એપલ

11 September, 2019 03:29 PM IST  |  નવી દિલ્હી

કાશ્મીરી ખેડૂતો માટે સરકારનું 8000 કરોડનું મિશન એપલ

ખેડૂત

જમ્મુ-કાશ્મીરમાંથી કલમ ૩૭૦ દૂર કરાયા બાદ કેન્દ્ર સરકાર અહીંના લોકોને મુખ્ય પ્રવાહમાં લાવવા માટે જાતજાતની સ્કીમો લાગુ કરવા માટે વિચારણા કરી રહી છે.

મળતા અહેવાલો પ્રમાણે કાશ્મીરમાં સફરજનની ખેતી કરનારા ખેડૂતોને ફાયદો કરવા માટે સરકાર સ્પેશ્યલ માર્કેટ ઈન્ટરવેન્શન પ્રાઈસ સ્કીમ લાગુ કરવા માગે છે. આજે કેન્દ્ર સરકારના ચીફ સેક્રેટરી દ્વારા કાશ્મીરના વહીવટીતંત્રના ઉચ્ચાધિકારીઓ સાથે થયેલી બેઠકમાં આ વાતની ચર્ચા થઈ હતી.

આ સ્કીમનો સીધો લાભ ખેડૂતોને મળશે. પૈસા સીધા ખેડૂતોના ખાતામાં જમા થશે. કાશ્મીરના ખેડૂતોની આવકમાં ૨૦૦૦ કરોડનો વધારો થશે. શરૂઆતમાં ૧ સપ્ટેમ્બર ૨૦૧૯થી લઈને માર્ચ ૨૦૨૦ સુધી સરકાર ખેડૂતો પાસેથી સફરજન ખરીદશે. આ માટે ૮૦૦૦ કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું છે.

આ પણ વાંચો : પાકિસ્તાનના ભૂતપૂર્વ ધારાસભ્ય બલદેવકુમારે ભારતમાં શરણ માટે અપીલ કરી

ખેડૂતોને સફરજનની ગુણવત્તાના આધારે સરકાર પૈસા ચૂકવશે. સરકારી એજન્સીઓ સાથે નાફેડ આ સ્કીમને અમલમાં મૂકશે. રાજ્ય સરકાર પાસેથી સફરજન વેચનારા ખેડૂતોના બૅન્ક અકાઉન્ટની માહિતી લઈને સીધા તેમના ખાતામાં જ પૈસા જમા કરાવવામાં આવશે.

jammu and kashmir national news