સરકારી શિક્ષકોને મોદી સરકારની નવા વર્ષની ભેટ, 7મા પગારપંચનો મળશે લાભ

15 January, 2019 07:30 PM IST  |  નવી દિલ્હી

સરકારી શિક્ષકોને મોદી સરકારની નવા વર્ષની ભેટ, 7મા પગારપંચનો મળશે લાભ

ફાઇલ ફોટો

કેન્દ્ર સરકારે નવા વર્ષે સરકારી કર્મચારીઓને ભેટ આપી છે. કેન્દ્ર સરકારે દેશની રાજ્ય સરકાર અને સરકારી સહયોગવાળી ડિગ્રી લેવલ ટેક્નીકલ ઇન્સ્ટિટ્યૂશન્સના શિક્ષકો અને અન્ય શૈક્ષણિક સ્ટાફને 7મા પગારપંચનો લાભ આપવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. આ પ્રસ્તાવને મંજૂરી પછી કેન્દ્ર સરકારની તિજોરી પર રૂ. 1241.78 કરોડનો વધારાનો બોજ પડશે.

આ શૈક્ષણિક સંસ્થાઓએ 7મા પગારપંચના એરિયર્સની ચૂકવણી (01-01-2016થી 31-03-2019) માટે જેટલી રકમ ખર્ચી હશે તેના 50% રકમ કેન્દ્ર સરકાર દ્વારા રિ-ઇમ્બર્સ કરવામાં આવશે.

આ પણ વાંચો: બંગાળમાં ભાજપની રેલી અને સભાઓને મંજૂરી આપે મમતા સરકારઃ સુપ્રીમ કોર્ટ

ઉલ્લેખનીય છે કે કેટલાક રાજ્ય પોતાને ત્યાં સાતમા પગારપંચની ભલામણો પહેલા જ લાગુ કરી ચૂક્યા છે. તાજેતરમાં મહારાષ્ટ્રએ પણ સાતમા પગારપંચના પ્રસ્તાવને મંજૂરી આપી. સાતમા પગારપંચના લાગુ થયા પછી રાજ્ય સરકારના ખજાના પર 21 હજાર કરોડ રૂપિયાનો વધારાનો બોજ પડશે. આ નિર્ણયથી રાજ્યના આશરે 17 લાખ કર્મચારીઓને લાભ મળશે.

narendra modi