કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: કોરોના સારવારના ચાર્જમાં બેતૃતીયાંશ ઘટાડો

20 June, 2020 06:43 PM IST  |  New Delhi | Agencies

કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: કોરોના સારવારના ચાર્જમાં બેતૃતીયાંશ ઘટાડો

અમિત શાહ

દિલ્હીમાં કોરોનાના વધતા પ્રકોપ બાદ ગૃહમંત્રાલય ઍક્શનમાં આવી ગયું છે. કેન્દ્રએ રાજ્યમાં ખાનગી હૉસ્પિટલોમાં કોરોનાની
સારવાર સસ્તી કરી દીધી છે. ગૃહપ્રધાન અમિત શાહે નીતિ આયોગના સભ્ય વીકે પૉલના નેતૃત્વમાં એક આયોગનું ગઠન કર્યું હતું, જેણે દિલ્હીની ખાનગી હૉસ્પિટલોમાં આઇસોલેશન બેડ, વગર વેન્ટિલેટર સપોર્ટ સાથે આઇસીયુ અને વેન્ટિલેટર સપોર્ટના આઇસીયુમાં કોરોનાની સારવાર સસ્તી કરવાની હતી. રિપોર્ટ અનુસાર ગૃહ મંત્રાલયે કમિટીની ભલામણ માની લીધી છે.

કમિટીએ પીપીઈ કિટ સાથે આઇસોલેશન બેડ માટે ૮૦૦૦થી ૧૦,૦૦૦, વેન્ટિલેટર વગર આઇસીયુ બેડનો ચાર્જ ૧૩થી ૧૫ હજાર હશે. પહેલાં ખાનગી હૉસ્પિટલોમાં આઇસોલેશન બેડનો ચાર્જ ૨૪થી ૨૫ હજાર રૂપિયા હતો, તો આઇસીયુ બેડનો ચાર્જ ૩૪થી ૪૩ હજાર વચ્ચે, જ્યારે આઇસીયુ વેન્ટિલેટર સાથે ૪૪થી ૪૫ હજાર રૂપિયા હતો. આ ચાર્જ પીપીઈ કિટને છોડીને લાગતા હતા.

amit shah national news coronavirus covid19