કાશ્મીરમાં પ્રિ-પેઇડ મોબાઇલની કૉલ-મેસેજ સેવા ફરી શરૂ કરાશે

19 January, 2020 09:59 AM IST  |  Mumbai Desk

કાશ્મીરમાં પ્રિ-પેઇડ મોબાઇલની કૉલ-મેસેજ સેવા ફરી શરૂ કરાશે

પ્રતીકાત્મક તસવીર

જમ્મુ અને કાશ્મીર પ્રશાસન દ્વારા વધુ ચાર રાજકીય નેતાઓને નજરકેદમાંથી મુક્ત કરવામાં આવ્યા છે. વધુ ચાર નેતા જેમને મુક્ત કરવામાં આવ્યા છે તેમાં એનસીએના નાઝિર ગુરૈઝી, પીડીપીના અશદુલ હક ખાન, પીસી(પીપલ્સ કૉન્ફરન્સ)ના મોહમ્મદ અબ્બાસ વાની અને કૉન્ગ્રેસના અશદુલ રશીદનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત પ્રિ-પેઇડ મોબાઇલ કનેક્શન માટેની વોઇસ કૉલ અને એસએમએસ સર્વિસિસ કાશ્મીરમાં ફરી શરૂ કરવામાં આવશે. ૩૭૦મી કલમ રદ કરાયા પછી આ સેવાઓ બંધ કરાઈ હતી.

આપને જણાવી દઇએ કે બે દિવસ પહેલાં પણ ગુરુવારે, પાંચ નેતાઓને મુક્ત કરવામાં આવ્યા છે. મુક્ત કરાયેલા નેતાઓમાં સલમાન સાગર, શૌકત ગનાઈ, રાષ્ટ્રીય પરિષદના અલ્તાફ કલ્લુ અને પીડીપીના નિઝામુદ્દી ભટ અને મુક્તિઅર બાબા સામેલ છે. તો આ અગાઉ ૩૦ ડિસેમ્બરે પાંચ રાજકીય નેતાઓને મુક્ત કરવામાં આવ્યા હતા. આ પાંચ નેતાઓ નૅશનલ કૉન્ફરન્સ અને પીડીપીના હતા, જેમને નિવારક કસ્ટડીમાં રાખવામાં આવ્યા હતા.

આપને જણાવી દઇએ કે ભૂતપૂર્વ મુખ્ય પ્રધાનો ડૉ. ફારુક અબદુલ્લા, ઓમર અબદુલ્લા અને મહેબૂબા મુફ્તી હજી પણ નજરકેદ હેઠળ છે ત્યારે હવે લોકોમાં એ પણ સવાલો ઊઠી રહ્યા છે કે આ નેતાઓનો છુટકારો ક્યારે?

jammu and kashmir kashmir national news