CWC Meeting:રાહુલ ગાંધી રાજીનામાની કરી રજૂઆત, માગ નકારાઈઃસૂરજેવાલા

25 May, 2019 04:32 PM IST  |  દિલ્હી

CWC Meeting:રાહુલ ગાંધી રાજીનામાની કરી રજૂઆત, માગ નકારાઈઃસૂરજેવાલા

લોકસભાની ચૂંટણીમાં કારમા પરાજય બજા શનિવારે કોંગ્રેસની વર્કિંગ કમિટીની બેઠક યોજાઈ. આ બેઠકમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ હારની જવાબદારી સ્વીકારતા અધ્યક્ષ પદ પરથી રાજીનામુ આપવા રજૂઆત કરી. કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા રણદીપ સૂરજેવાલાએ કહ્યું કે,'અધ્યક્ષે પોતાના રાજીનામાની રજૂઆત કરી હતી, પંરતુ બાકીના સભ્યોએ આ માગ સર્વ સંમતિથી ફગાવી દીધી.'

આ પહેલા વર્કિંગ કમિટીની બેઠકમાં રાહુલના રાજીનામાની ચર્ચા શરૂ થઈ હતી. સૂત્રો દ્વારા એ પણ માહિતી સામે આવી કે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે રાહુલને સમજાવીને કહ્યું હતું રાજીનામાની જરૂર નથી, હાર જીત તો થયા કરે. આ દરમિયાન રણદીપ સુરજેવાલાએ ટ્વિટ કર્યું જેમાં તેમણે કહ્યું કે CWC બેઠકમાં રાહુલ ગાંધીના રાજીનામાની વાતો ખોટી છે.

બીજી તરફ આ બેઠકમાં મધ્યપ્રદેશના સીએમ કમલનાથ ગેરહાજર રહ્યા હતા, જેને કારણે પણ ચર્ચા શરૂ થઈ છે. આ બેઠકમાં પૂર્વ સંરક્ષણ પ્રધાન એ કે એન્ટોની, રાજસ્થાનના સીએમ અશોક ગેહલોત, આરપીએનસિંહ, પી. એલ. પુનિયા અને મોતીલાલ વોરા હાજર હતા.

આ પણ વાંચોઃ ભવ્ય વિજય બાદ આ અંદાજમાં દેખાયા નરેન્દ્ર મોદી 

તો સૂત્રોએ જણાવ્યુ કે બેઠકમાં હારના કારણો પર ચર્ચા થઈ. સાથે જ પક્ષને કેવી રીતે મજબૂત કરી શકાય તેના પર પણ ચર્ચા થઈ છે. છેલ્લે રાહુલ ગાંધીએ બેઠકને સંબોધન કર્યું, જેમાં તેમણે પક્ષ માટે કામ કરતા રહેવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી. આ બેઠકમાં સામેલ થવા માટે પ્રિયંકા ગાંધી અને રાહુલ ગાંધી સાથે પહોંચ્યા હતા. 

congress rahul gandhi sonia gandhi national news