CBSE : જાણો આ રાજનેતાઓના છોકરાઓ ભણવામાં કેટલા અવ્વલ છે

02 May, 2019 03:13 PM IST  |  દિલ્હી

CBSE : જાણો આ રાજનેતાઓના છોકરાઓ ભણવામાં કેટલા અવ્વલ છે

સ્મૃતિ ઈરાની અને અરવિંદ કેજરીવાલ

CBSEનું ધોરણ 12નું પરિણામ આવી ચૂક્યુ છે. દેશભરમાં સીબીએસઈના વિદ્યાર્થીઓનો ઈંતેજાર આ સાથે જ સમાપ્ત થયો છે. વિદ્યાર્થીઓ પોતાનું પરિણામ જોઈને ખુશી મનાવી રહ્યા છે. ઠેર ઠેર ટોપર્સ કોણ છે તેની જ ચર્ચા છે. તો આ પરિણામોમાં કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાની અને દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલના પુત્રે પણ 90 પ્લસ સ્કોર કર્યો છે.

કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાનીએ ટ્વિટ કરીને પોતાના પુત્રને 90 પ્લસ માર્ક્સ મળ્યા હોવાની માહિતી આપી છે. સ્મૃતિ ઈરાનીએ ટ્વિટ કરીને લખ્યું છે,'જોરથી કહેવાની ઈચ્છા છે, પ્રાઉડ ઓફ યુ માય સન જોહર.. વર્લ્ડ કેમ્પો ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે, એટલું જ નહીં 12 બોર્ડમાં પણ બેસ્ટ ઓફ 4 - 91 ટકા મેળવ્યા છે. ખાસ કરીને ઈકોનોમિક્સમાં 94 ટકા. માફ કરજો પણ આજે હું મા તરીકે એકદમ ખુશ થઈ ગઈ છું. '

 

તો બીજી તરફ અરવિંદ કેજરીવાલના પુત્રને પણ સીબીએસઈ 12ના બોર્ડમાં 96.4 પર્સેન્ટાઈલ આવ્યા છે. કેજરીવાલના પત્ની સુનિતા કેજરીવાલે ટ્વિટ કરીને આ માહિતી આપી છે. સુનિતા કેજરીવાલે પોતાના ટ્વિટમાં લખ્યું,'ભગવાનની કૃપાથી અને શુભેચ્છકોના આશીર્વાદથી અમારા પુત્રને સીબીએસઈના 12મા ધોરણમાં 96.4 પર્સેન્ટાઈલ આવ્યા છે.'

આ પણ વાંચોઃ Video: હાથમાં સાપ સાથે પ્રિયંકા ગાંધીનો આવો છે અંદાજ

ઉલ્લેખનીય છે કે CBSEના 12મા ધોરણમાં ઉત્તર પ્રદેશની હંસિકા શુક્લા અને કરિશ્મા અરોરાએ ટોપ કર્યું છે. બંનેને 500માંથી 499 માર્કસ મળ્યા છે. તો ઉત્તરાખંડની ગૌરાંગી ચાવલાને બીજું સ્થાન મળ્યું છે. તેને 500માંથી 498 માર્ક્સ મળ્યા છે.

smriti irani arvind kejriwal Election 2019 national news