Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > Video: હાથમાં સાપ સાથે પ્રિયંકા ગાંધીનો આવો છે અંદાજ

Video: હાથમાં સાપ સાથે પ્રિયંકા ગાંધીનો આવો છે અંદાજ

02 May, 2019 02:30 PM IST | રાયબરેલી

Video: હાથમાં સાપ સાથે પ્રિયંકા ગાંધીનો આવો છે અંદાજ

મદારી સાથે વાતો કરી રહેલા પ્રિયંકા ગાંધી

મદારી સાથે વાતો કરી રહેલા પ્રિયંકા ગાંધી


હવે લોકસભાની ચૂંટણી માટે માત્ર 3 જ તબક્કાનું મતદાન બાકી છે. ત્યારે રાજકીય પક્ષના નેતાઓ પૂરજોશમાં પ્રચાર કરી રહ્યા છે. મતદારોને આકર્ષવા માટે તમામ પક્ષના નેતાઓ એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. દિવસ રાત જોયા વગર નેતાઓ પ્રચારના મેદાનમાં જાત ઘસી રહ્યા છે. જો કે આ પ્રચાર વચ્ચે ક્યારેક નેતાઓના જુદા જુદા અંદાજ પણ જોવા મળી જાય છે. તાજેતરમાં કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીનો પણ આવો જ એક વીડિયો સામે આવ્યો છે.

આ વીડિયોમાં પ્રિયંકા ગાંધીનો ડેરડેવિલ અંદાજ દેખાઈ રહ્યો છે. ચૂંટણી પ્રચાર દરમિયાન પ્રિયંકા ગાંધી હાથમાં સાપ લઈને બેઠેલા દેખાઈ રહ્યા છે. પ્રિંયકા ગાંધી સોનિયા ગાંધીના સંસદીય ક્ષેત્ર રાયબરેલીમાં પ્રચાર કરી રહ્યા હતા ત્યારનો એક વીડિયો વાઈરલ થયો છે. પ્રચાર દરમિયાન પ્રિયંકા ગાંધી મદારી પાસે પહોંચ્યા. પ્રિયંકાની આસપાસ લોકોનું ટોળુ એક્ઠું થઈ ગયું. પ્રિયંકા ગાંધીએ મદારી સાથે થોડીવાર વાતો કરી. અને જોત જોતમાં સાપને હાથમાં પણ ઉપાડ્યા.



જુઓ વીડિયો




પ્રિયંકા ગાંધીનો આ અંદાજ જોઈને સ્થાનિકો આશ્ચર્યચકિત થઈ ગયા. આ પહેલીવાર નથી જ્યારે પ્રિયંકા ગાંધીએ સામાન્ય લોકો વચ્ચે સમય વીતાવ્યો હોય. ભાઈ રાહુલ ગાંધીના સંસદીય ક્ષેત્ર અમેઠીમાં પ્રચાર દરમિયાન પણ તે એક નાનકડી દુકાન પર પહોંચ્યા હતા. અને લોકોની સાથે વાતચીત કરી હતી.

આ પણ વાંચોઃ ઈન્દિરા ગાંધીની છબિ પ્રિયંકા ગાંધીનું જીવન જુઓ તસવીરોમાં

તો વાયનાડમાં પ્રચાર દરમિયાન પ્રિયંકા ગાંધીએ 7 વર્ષના નાનકડા છોકરા સાથે મુલાકાત કરી હતી. અને તે બાળકને રાહુલ ગાંધી સાથે ફોન પર વાત પણ કરાવી હતી. તો સહારનપુરમાં પ્રિંયંકા ગાંધીએ રોડસાઈડ ઢાબા પર ઉભા રહીને ચા પીધી હતી. પ્રિયંકા ગાંધીના નવા અંદાજની ચર્ચા જોરશોરથી ચાલી રહી છે.

Whatsapp-channel Whatsapp-channel

02 May, 2019 02:30 PM IST | રાયબરેલી

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK