UNમાં કાશ્મીર મુદ્દે પાકિસ્તાન-ચીન એકલાં પડ્યાં

18 August, 2019 10:15 AM IST  |  નવી દિલ્હી

UNમાં કાશ્મીર મુદ્દે પાકિસ્તાન-ચીન એકલાં પડ્યાં

ઈમરાન ખાન અને જિનપિંગ

યુનાઈટેડ નેશન્સની સિક્યૉરિટી કાઉન્સિલની કાશ્મીર મુદ્દે બંધબારણે મળેલી બેઠકમાં પણ પાકિસ્તાનને પછડાટ મળી છે.પાકિસ્તાનની પહેલ પર સિક્યૉરિટી કાઉન્સિલના સ્થાયી સભ્ય ચીને બંધબારણે ચર્ચા કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. એ પછી ભારતીય સમય પ્રમાણે શુક્રવારે રાતે આ બેઠક મળી હતી. જેમાં રશિયાએ હંમેશની જેમ ભારતનું સમર્થન કર્યું હતું. રશિયાએ કાશ્મીર મુદ્દો ભારત અને પાકિસ્તાન દ્રિપક્ષીય વાતચીતથી ઉકેલે તેવું નિવેદન આપ્યું હતું.

બીજી તરફ ચીને પાકિસ્તાનની ભાષા બોલતા કહ્યું હતું કે, કાશ્મીરમાં ખતરનાક હાલત છે. જોકે, એ સિવાયના સ્થાયી સભ્યો પૈકી ફ્રાંસ, બ્રિટન અને અમેરિકાએ પણ કાશ્મીરને ભારતનો આંતરિક મામલો ગણાવીને બંને દેશોને વાટાઘાટો કરવાની સલાહ આપી છે.

આ પણ વાંચોઃઆવી છે તારક મહેતાના કલાકારોની રીઅલ લાઈફ ફેમિલી...

સિક્યૉરિટી કાઉન્સિલમાં પાંચ સ્થાયી અને ૧૦ અસ્થાયી સભ્યો છે. આ પૈકીના મોટાભાગના દેશ ભારતની સાથે જોવા મળ્યા હતા. ઉલ્લેખનીય છે કે, ૧૯૭૧ બાદ પહેલી વખત યુએનમાં કાશ્મીર મુદ્દે બેઠક મળી હતી.

france united states of america united nations pakistan china