ઉત્તર પ્રદેશમાં મકાનમાં ચાલતી ફટાકડાની ફૅક્ટરીમાં બ્લાસ્ટઃ ૬ જણનાં મોત

22 September, 2019 04:19 PM IST  |  ઉત્તરપ્રદેશ

ઉત્તર પ્રદેશમાં મકાનમાં ચાલતી ફટાકડાની ફૅક્ટરીમાં બ્લાસ્ટઃ ૬ જણનાં મોત

પ્રતીકાત્મક તસવીર

એટા : (જી.એન.એસ.) શનિવારે ઉત્તર પ્રદેશના એટામાં એક મકાનમાં ચાલતી ગેરકાયદે ફટાકડાની ફૅક્ટરીમાં ધડાકો થયો હતો. આ ધડાકામાં ૬ જણનાં મોત નિપજ્યાં હતાં અને ઘણા લોકો ઈજાગ્રસ્ત થયા હતા. પોલીસ-પ્રશાસન રાહત અને બચાવકાર્યમાં જોડાઈ ગયાં છે. ઈજાગ્રસ્તોને હૉસ્પિટલ પહોંચાડવામાં આવી રહ્યા છે.

વરિષ્ઠ પોલીસ અધિકારી સહિત તમામ પોલીસ અધિકારી ઘટનાસ્થળે હાજર છે. રિપોર્ટ અનુસાર, જમવાનું બનાવતા સમયે આ વિસ્ફોટ થયો હતો.
આ વિસ્ફોટમાં આસપાસનાં ઘણાં મકાનો ધ્વસ્ત થઈ ગયાં હતાં. વિસ્ફોટ એટલો ભયાનક હતો કે લોકોના ચીથરેચીથરા ઊડી ગયા હતા. ઘટનાની જાણકારી મળતાં જિલ્લાના વરિષ્ઠ અધિકારી ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને રેસ્ક્યુ કામ શરૂ કરી દીધું હતું. ઈજાગ્રસ્તોને જિલ્લાની હૉસ્પિટલ શિફ્ટ કરવામાં આવ્યા છે જ્યાંથી તેમને હાયર સેન્ટર રેફર કરવામાં આવ્યા છે.

uttar pradesh national news Crime News