USએ ઓસામાને પાક.માં ઘૂસીને માર્યો હતો, આપણે કેમ નહીં: અરૂણ જેટલી

27 February, 2019 02:44 PM IST  |  નવી દિલ્હી

USએ ઓસામાને પાક.માં ઘૂસીને માર્યો હતો, આપણે કેમ નહીં: અરૂણ જેટલી

અરૂણ જેટલીએ આપ્યું મોટું નિવેદન

ભારત અને પાકિસ્તાનની વચ્ચે તણાવથી દિલ્હીમાં કટોકટીની બેઠકો શરૂ થઈ ગઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઘરે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ, ગૃહમંત્રી, રક્ષામંત્રી, વિદેશ સચિવ, રક્ષા સચિવ અને ગુપ્ત વિભાગોના પ્રમુખોની બેઠક ચાલી રહી છે. આ બેઠકમાં પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવાની રણનીતિ નક્કી કરવામાં આવી રહી છે.

બંને દેશોના તણાવની વચ્ચે નાણામંત્રી અરૂણ જેટલીએ મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે આજના સમયમાં બધું જ શક્ય છે. જો અમેરિકા પાકિસ્તાનમાં ઘૂસીને આતંકી સંગઠન અલકાયદાના ચીફ ઓસામા બિન લાદેનને મારી શકે છે તો પછી કંઇપણ સંભવ છે. તેમણે કહ્યું કે જે રીતે દેશ અમારી સાથે ઊભો છે, તેનાથી સ્પષ્ટ છે કે આ પરિસ્થિતમાં કંઇપણ શક્ય છે.

આ પણ વાંચો: ભારતે પાકિસ્તાન પર કરી એર સ્ટ્રાઈક, જાણો અત્યાર સુધીની 10 મોટી વાતો

કેન્દ્રીય મંત્રી જેટલીએ કહ્યું કે પરિસ્થિતિ બહુ ઝડપથી બદલાઈ રહી છે. યાદ કરાવી દઉં કે અમેરિકન સીલે એબોટાબાદમાં ઘૂસીને ઓસામા બિન લાદેનને માર્યો હતો. આપણે વિચારવું જોઈએ કે શું આપણે પણ આ કરી શકીએ છીએ? તેમણે કહ્યું કે તે ઘણું મુશ્કેલ હતું, પરંતુ આપણે જાણીએ છીએ કે આપણે પણ આમ કરી શકીએ છીએ. જેટલીના આ નિવેદનના ઘણા અર્થ કાઢવામાં આવી રહ્યા છે. માનવામાં આવી રહ્યું છે કે ભારત પણ પાકિસ્તાનમાં ઘૂસીને મોટા પાયા પર જૈશના આતંકી ઠેકાણાઓને નુકસાન પહોંચાડી શકે છે.

arun jaitley narendra modi pakistan