પશ્ચિમ બંગાળને સુપર સેન્સિટિવ જાહેર કરવાની BJPની માગણી

14 March, 2019 08:20 AM IST  |  પશ્ચિમ બંગાળ

પશ્ચિમ બંગાળને સુપર સેન્સિટિવ જાહેર કરવાની BJPની માગણી

ચૂંટણીપંચ સમક્ષ રજૂઆત કરવા ગયેલા કાયદા પ્રધાન રવિશંકર પ્રસાદ.

પશ્ચિમ બંગાળની TMCની સરકાર મુક્ત અને વાજબી માહોલમાં લોકસભાની ચૂંટણી થવા ન દે એવી શંકા દર્શાવતા રાજ્યને ‘સુપર સેન્સિટિવ’ જાહેર કરવાની માગણી BJPએ ચૂંટણી પંચ સમક્ષ કરી છે. પશ્ચિમ બંગાળને ‘અતિસંવેદનશીલ’ રાજ્ય જાહેર કરવાની માગણી સાથે કેન્દ્રના કાયદાપ્રધાન રવિશંકર પ્રસાદ અને આરોગ્યપ્રધાન જે. પી. નડ્ડા સહિત BJPના નેતાઓ ગઈ કાલે ચૂંટણી પંચના અધિકારીઓને મળ્યા હતા.

આ પણ વાંચો : જમીન સોદામાં અસલ ચહેરો રાહુલ ગાંધીનો છે : સ્મૃતિ ઈરાની

રવિશંકર પ્રસાદે પક્ષની આ માગણી બાબતે પત્રકારોને જણાવ્યું હતું કે ‘અમે નિષ્પક્ષતા શંકાસ્પદ હોય એવા અધિકારીઓનાં નામોની યાદી સોંપીને તેમને ચૂંટણીની કામગીરીમાંથી હટાવવાની માગણી કરી છે. પશ્ચિમ બંગાળમાં પંચાયતોની ચૂંટણી દરમ્યાન ૧૦૦ કરતાં વધારે હત્યાઓ નોંધાઈ હતી. એ એવું રાજ્ય છે કે જ્યાં સરકારી અધિકારીઓ મુખ્ય પ્રધાનની સાથે ધરણાં કરવા બેસી જાય છે. શાસક પક્ષ (BJP)ના પ્રમુખના હેલિકૉપ્ટરને એ રાજ્યમાં લૅન્ડિંગની પરવાનગી આપવામાં આવતી નથી. એ સંજોગોમાં પશ્ચિમ બંગાળને ‘અતિ સંવેદનશીલ’ જાહેર કરવાની તાકીદની જરૂરિયાત છે.’

west bengal ravi shankar prasad