અયોધ્યા આતંકી હુમલોઃ ચારને આજીવન કેદ, એક નિર્દોષ જાહેર

19 June, 2019 09:27 AM IST  | 

અયોધ્યા આતંકી હુમલોઃ ચારને આજીવન કેદ, એક નિર્દોષ જાહેર

ચારને આજીવન કેદ, એક નિર્દોષ જાહેર

અયોધ્યામાં ૨૦૦૫માં થયેલા આતંકવાદી હુમલા મામલે મંગળવારે ચુકાદો આવ્યો છે. પ્રયાગરાજની નૈની સેન્ટ્રલ જેલમાં કરવામાં આવેલી સુનાવણીમાં વિશેષ અદાલતે ચાર આરોપીઓને આજીવન કેદની સજા સંભળાવી છે. જ્યારે એક આરોપીને મુક્ત કર્યો છે. આ આરોપીઓ પર હુમલાનું ષડયંત્ર કરવાનો આરોપ હતો. પાછલા ઘણા સમયથી તે નૈની જેલમાં બંધ હતા. આ મામલાની સુનાવણી સ્પેશ્યલ જજ દિનેશચંદ્ર કરી રહ્યા હતા.

આ પણ વાંચો: પુલવામા હુમલાનો બદલો પૂરોઃ જૈશ કમાન્ડર સજ્જાદ બટ ઠાર

પ્રયાગરાજની સ્પેશ્યલ કોર્ટે મંગળવારે બપોરે આ મામલે ચુકાદો આપ્યો હતો. અદાલત તરફથી ચાર આરોપીઓને આજીવન કારાવાસની સજા આપવામાં આવી છે. આ ઉપરાંત તેમના પર ૪૦ હજાર રૂપિયાની સજા પણ ફટકારવામાં આવી છે. આ ઉપરાંત પાંચમોં આરોપી મોહમ્મદ અજીજને મુક્ત કરવામાં આવ્યો છે.

આ મામલામાં કુલ ૬૩ સાક્ષીઓએ પોતાનું નિવેદન દાખલ કરાવ્યું હતું. જેમાં ૧૪ પોલીસ-કર્મચારીઓ હતા. આતંકી હુમલાના માસ્ટરમાઈડ અરશદને ઘટના સ્થળે જ મારી નાખવામાં આવ્યો હતો.

national news gujarati mid-day ayodhya