રામજન્મભૂમિ વિવાદના નિવારણ માટે અયોધ્યા કમિટી હવે મધ્યસ્થી કરશે

17 September, 2019 12:51 PM IST  |  નવી દિલ્હી

રામજન્મભૂમિ વિવાદના નિવારણ માટે અયોધ્યા કમિટી હવે મધ્યસ્થી કરશે

રામ મંદિર

રામજન્મભૂમિ વિવાદને હલ કરવા માટે અયોધ્યા વાર્તા કમિટી મધ્યસ્થતા કરશે. એમાં હિન્દુ અને મુસ્લિમ બન્નેના નેતાઓને સામેલ કરવામાં આવશે. હાલમાં અયોધ્યા મામલા પર ૬ ઑગસ્ટથી સુપ્રીમ કોર્ટમાં ચીફ જસ્ટિસના નેતૃત્વમાં પાંચ જજોની બેન્ચ રોજ સુનાવણી કરી રહી છે. સુપ્રીમ કોર્ટે પણ મામલાની પતાવટ માટે મધ્યસ્થતા પૅનલ બનાવી હતી જે કોઈ પરિણામ પર પહોંચી શકી ન હતી.

જમાત ઉલેમા-એ હિંદના અધ્યક્ષ મૌલાના સુહૈબ કાસમીએ રવિવારે જણાવ્યું કે ૨૦૧૬માં અયોધ્યા વાતચીત કમિટીની રચના કરી હતી. કમિટીએ એક વાર ફરી ભૂમિ વિવાદના નિવારણ માટે બન્ને પક્ષોના પ્રભાવશાળી લોકોને સામેલ કરીને વાતચીત કરશે. મધ્યસ્થતા પ્રક્રિયા સંભવતઃ ઑક્ટોબરથી શરૂ થશે.

કાસમીએ કહ્યું, અયોધ્યા વિવાદના પતાવટ માટે ઘણા પ્રયાસો થયા છે. પહેલા થયેલી મધ્યસ્થતા પ્રક્રિયામાં નબળા નેતાઓને સામેલ કરવામાં આવ્યા હતા. એના કારણે કોઈ પરિણામ નીકળ્યું ન હતું. ઘણા મુસ્લિમો ઇચ્છે છે કે અયોધ્યામાં રામ મંદિર બને. તેઓ ઇચ્છે છે કે મંદિરની પાસે જ મસ્જિદનું નિર્માણ થાય. એનાથી ધાર્મિક એકતાનો સંદેશ જશે. જો કોર્ટ અયોધ્યાના વિવાદનું નિવારણ ઇચ્છતી હોત તો એ છેલ્લાં ૭૦ વર્ષમાં થઈ ગયું હોત. મને નથી લાગતું કે કોર્ટ એનો કોઈ અસરકારક હલ આપી શકશે.

અયોધ્યા મામલે કોઈ વાતચીત મંજૂર નથી : બાબરી મસ્જિદ ઍક્શન કમિટીના સંયોજક

અયોધ્યા મામલે બાબરી મસ્જિદ ઍક્શન કમિટીના સંયોજક કાસિમ રસૂલ ઇલિયાસે મોટું નિવેદન આપતાં કહ્યું કે હવે કોઈ મુદ્દે કોઈ પણ પ્રકારની વાતચીત મંજૂર નથી. ઇલિયાસે કહ્યું કે સુપ્રીમ કોર્ટમાં અત્યાર સુધીમાં ૫૦ ટકા સુનાવણી થઈ શકી છે. કોર્ટનો આદેશ બધાને માન્ય રહેશે. બાબરી મસ્જિદ કમિટી ઑલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડની કમિટી છે. અયોધ્યા મામલામાં સુપ્રીમ કોર્ટમાં પક્ષકાર છે.

અયોધ્યા મામલે સુપ્રીમ કોર્ટમાં ગઈ કાલે ૨૪મા દિવસની સુનાવણી થઈ હતી. મુસ્લિમ પક્ષના વકીલ રાજીવ ધવને કહ્યું કે પૂજાના અધિકાર મામલે દલીલો કરવામાં આવી હતી જેનાથી લાગે છે કે ઇસાઈઓને માત્ર વેટિકન અને મુસલમાનોને મક્કામાં અધિકાર છે. સમગ્ર જન્મસ્થાનને પૂજાની જગ્યા બતાવી અમારો દાવો કમજોર કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચો : કોઈ પણ શાહ કે સુલતાન અમારા પર કાંઈ થોપી શકે નહીં : કમલ હાસન

રાજીવ ધવને કહ્યું કે તમે મંદિર કે મસ્જિદની ભૂમિ અધિગ્રહણ કરી શકો છો, પરંતુ તમે એક દેવભૂમિ મેળવી શકતા નથી. ધવને આરોપ લગાવતાં કહ્યું કે રામજન્મભૂમિ ન્યાસ સમગ્ર જમીન પર કબજો કરવા ઇચ્છે છે અને એક નવું મંદિર બનાવવાની વાત કરે છે.

supreme court ayodhya ram mandir national news