અયોધ્યા કેસઃ UPમાં 30 નવેમ્બર સુધી પોલીસ અને તંત્રના અધિકારીઓની રજા રદ

16 October, 2019 03:47 PM IST  |  લખનઊ

અયોધ્યા કેસઃ UPમાં 30 નવેમ્બર સુધી પોલીસ અને તંત્રના અધિકારીઓની રજા રદ

અયોધ્યા કેસનો આવશે ચુકાદો

સુપ્રીમ કોર્ટેમાં અયોધ્યા મામલે ચુકાદો 17 નવેમ્બર પહેલા આવવાની સંભાવના છે. જેને ધ્યાનમાં રાખીને ઉત્તર પ્રદેશ સરકારે ફિલ્ડ પર તહેનાત પ્રશાસન અને પોલીસના અધિકારીઓની તમામ રજાઓ 30 નવેમ્બર સુધી રદ કરી દીધી છે. જો કે શાસનનું કહેવું છે કે આગામી તહેવારોને ધ્યાનમાં રાખીને આવું કરવામાં આવે છે. શાસનનું કહેવું છે કે ખાસ સ્થિતિને જોઈને કોઈ પણ પ્રકારની રજાનો સ્વીકાર નહીં કરવામાં આવે. આ સાથે જ તમામ અધિકારીઓને પોતાના હેડ ક્વાર્ટરમાં હાજર રહેવાના નિર્દેશ આપવામાં આવ્યા છે.


અયોધ્યા મામલામાં સુપ્રીમ કોર્ટના નિર્ણય પહેલા યોગી સરકાર પ્રદેશમાં ખાસ કરીને અયોધ્યામાં સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત કરવા માંગે છે. શાસને તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે. સાથે જ અયોધ્યામાં વધારાની પોલીસ અને પીએસસી બળ પણ તહેનાત કરવામાં આવશે. અયોધ્યાની આસપાસની સીમાઓ પર પણ કડક પહેરો રાખવામાં આવશે.

આ પણ જુઓઃ ઉફ્ફ તેરી યે અદા..ટ્રેડિશનલ વેરમાં મન મોહી લેશે ઈશા કંસારા....

અયોધ્યામાં વધારવામાં આવી સુરક્ષા
ડીજીપી હેડ ક્વાર્ટરે અયોધ્યામાં સાત એસએસપી, 20 સીઓ, 20 ઈન્સ્પેક્ટર, 70 ઉપનિરીક્ષક અને 500 સિપાહીઓને મોકલવાનો નિર્દેશો આપવામાં આવ્યા છે. દિવાળીને જોતા વધારાના પોલીસ અધિકારીઓને પણ તહેનાત કરવામાં આવશે. સાત કંપનીઓ વધારાની પીએસી મોકલવાનો પણ આદેશ આપવામાં આવ્યો છે. અયોધ્યામાં કલમ 144 પણ લાગૂ કરવામાં આવી છે.

ayodhya ayodhya verdict supreme court lucknow