Assam NRC List: ગૃહ મંત્રાલયે જાહેર કરી છેલ્લી યાદી, 19 લાખ લોકો બાકાત

31 August, 2019 01:51 PM IST  | 

Assam NRC List: ગૃહ મંત્રાલયે જાહેર કરી છેલ્લી યાદી, 19 લાખ લોકો બાકાત

આસામમાં નેશનલ રજિસ્ટર ઓફ સિટીઝન (NRC)એ છેલ્લી યાદી જાહેર કરી છે. આ યાદી ગૃહ મંત્રાલય તરફથી જાહેર કરાઈ છે. NRCના કોર્ડિનેટર પ્રતીક હજેલાએ જણાવ્યું હતું કે, 3 કરોડ કરતા વધારે લોકોને આ યાદીમાં સ્થાન આપવામાં આવ્યું છે. આ યાદીમાં કુલ 3,11,21,004 લોકોને સ્થાન આપવામાં આવ્યું છે જ્યારે 19,06,657 લોકોને આ યાદીમાંથી બાકાત રખાયા છે. આ લોકોએ સિટીઝનશિપ માટે પૂરતા પૂરવા રજૂ કર્યા નથી. આ સાથે જ આ યાદીથી અસંતુષ્ટ લોકોને વિદેશી ટ્રિબ્યૂનલમાં અરજી કરવા માટે જણાવાયું છે.

અસમ સરકાર આ અરજીઓને પહોંચી વળવા માટે રાજ્યમાં 400 વિદેશી ટ્રિબ્યૂનલની સ્થાપના કરશે, લોકો આ વર્ષની 31 ડિસેમ્બર સુધી અપીલ કરી શકશે. ઉલ્લેખનીય છે કે, સરકારે 30 જૂન 2018ના NRCની બીજી યાદી જાહેર કરી હતી. આ યાદીમાં 41 લાખ લોકોને લિસ્ટમાંથી બાકાત રાખવામાં આવ્યા છે. ફાઈનલમાં આ આંકડો ઓછો થઈને 19 લાખ સુધીનો રહ્યો છે.

આ યાદી પછી લોકોમાં ભયના માહોલને જોતા રાજ્યમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જો કે સરકારે અપીલ કરી છે કે, લોકોને ડરવાની કોઈ જરૂર નથી. કેન્દ્ર સરકારે પહેલા જ સ્પષ્ટ કર્યું છે કે જે લોકો પોતાની નાગરિકતા ગુમાવશે તેમને ડિટેન્શન સેન્ટર મોકલવામાં આવશે નહી.

NRCની છેલ્લી યાદી જાહેર થયા પછી NRC કેન્દ્રોની બહાર લોકોની લાંબી લાઈન જોવા મળી હતી. લોકો આ લિસ્ટમાં પોતાનું નામ છે કે નહી તે જાણવા પહોંચ્યા હતા. જો કે NRCની છેલ્લી યાદી આસામ NRCની આધિકારિક વેબસાઈટ nrcassam.nic.in પર જાહેર કરવામાં આવી છે. assam.mygov.in પર પણ આ યાદી મુકવામાં આવી છે.

આ પણ વાંચો: મહારાષ્ટ્ર: ધૂલેની કેમિકલ ફેક્ટરીમાં વિસ્ફોટ, 6ના મોત

આસામના સીએમ સર્વાનંદ સોનેવાલે NRCની છેલ્લી યાદી જાહેર કરવા પહેલા જ લોકોને શાંતિ બનાવી રાખવા અપીલ કરી હતી તેમણે કહ્યું હતું કે, હું આપ સૌને અસમમાં શાંતિ અને ધીરજ બનાવી રાખવાની અપીલ કરું છું. જ્યાં સુધી અરજી કરવાનો સમય છે ત્યા સુધી કોઈને પણ વિદેશી માનવામાં નહી આવે. રાજ્ય સરકાર કાનૂની સમર્થનનું વિસ્તાર કરશે અને લોકોની સમસ્યાઓ પર ધ્યાન આપશે. અસમમાં સુરક્ષાને ધ્યાનમાં રાખીને સંવેદનશીલ વિસ્તારોમાં સેક્શન 144 જાહેર કરવામાં આવી છે.

assam national news gujarati mid-day