ગૂગલ પર મોદીનું પુલવામા અંગે નિવેદન અને MNF શબ્દ સૌથી વધુ થયા સર્ચ

17 February, 2019 03:55 PM IST  | 

ગૂગલ પર મોદીનું પુલવામા અંગે નિવેદન અને MNF શબ્દ સૌથી વધુ થયા સર્ચ

ફાઇલ ફોટો

જમ્મુ-કાશ્મીરના પુલવામામાં સીઆરપીએફ પર થયેલા આતંકી હુમલા પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નિવેદન ગૂગલ પર સૌથી વધુ સર્ચ કરવામાં આવ્યું હતું. તો બીજી તરફ રાહુલ ગાંધીની ઉંમર વિશે પણ ગૂગલ સર્ચ કરવામાં આવ્યું છે. ગૂગલ ટ્રેન્ડ્સના આંકડા પ્રમાણે પુલવામા હુમલા અંગે મોદીએ જેવું નિવેદન આપ્યું કે તરત જ તેના પર સર્ચિંગ વધી ગયું હતું. આ ઉપરાંત લોકોએ મોસ્ટ ફેવર્ડ નેશન (MFN) પર પણ ખૂબ સર્ચ કર્યું હતું.

ગૂગલ ટ્રેન્ડ્સના 11થી 16 ફેબ્રુઆરીનાં આંકડા પર નજર કરવામાં આવે તો હંમેશની જેમ મોદી રાહુલ કરતા વધુ સર્ચ થયા છે. લોકોએ સૌથી વધુ મોદીનાં પુલવામા પરના નિવેદન અંગે સર્ચ કર્યું છે. મોદીએ કહ્યું હતું કે, પાક આંતકી અને તેમનાં સમર્થકોએ મોટી ભૂલ કરી છે. તેમને આ ભૂલની કિંમત ચૂકવવી પડશે. હું દેશને વિશ્વાસ અપાવું છું કે, આ હુમલા પાછળ જે પણ છે તેમને તેમના કર્યાની સજા મળશે. મોદીનાં આ નિવેદનનું સર્ચિંગ વધ્યું હતું. જોકે રાતનાં 8.30 પછી મોદીનાં સર્ચિંગમાં ઘટાડો નોંધાયો હતો.

આ પણ વાંચો: પુલવામા હુમલા પર બિહારમાં બોલ્યા PM: તમારી જેમ મારા દિલમાં પણ લાગી આગ

રાહુલ ગાંધીનાં પુલવામાં હુમલા અંગેના નિવેદનને પણ સર્ચ કરાયું હતું. રાહુલે આ અંગે દેશની આત્મા પર હુમલો કર્યો હોવાની વાત કરી હતી. તેમણે કહ્યું કે, આંતકવાદનું લક્ષ્ય આપણા દેશને તોડવાનું છે પરંતુ હું સ્પષ્ટ કહેવા માંગુ છુ કે દેશને કોઈ પણ તાકાત તોડી શકશે નહીં. સમગ્ર વિપક્ષ આપણા દેશનાં સુરક્ષાબળો અને સરકાર સાથે ખડેપગે છે. આ ઉપરાંત લોકોએ રાહુલ ગાંધીની બાયોપિક અને ઉંમર વિશે પણ સર્ચ કર્યું હતું. રાહુલનાં જીવન પર આધારિત માય નેમ ઈઝ રાગા ફિલ્મ આવી રહી છે.

narendra modi google