Article 370: દાખલ અરજીઓ પર સુપ્રીમ કોર્ટનો નિર્ણય સુરક્ષિત...

27 November, 2019 03:44 PM IST  |  Mumbai Desk

Article 370: દાખલ અરજીઓ પર સુપ્રીમ કોર્ટનો નિર્ણય સુરક્ષિત...

સુપ્રીમ કોર્ટે જમ્મૂ-કાશ્મીરમાં કલમ 370 હટ્યા બાગ સંચાર અને અન્ય પ્રતિબંધોના સંબંધે કાશ્મીર ટાઇમ્સના સંપાદક અનુરાધા ભસીન અને કૉંગ્રેસ નેતા ગુલામ નબી આઝાદ દ્વારા દાખલ અરજીઓ પર આજે એક બેન્ચે સુનવણી કરી નિર્ણય સુરક્ષિત રાખ્યો છે. અરજીઓ પર ન્યાયમૂર્તિ એન વી રમના, ન્યાયમૂર્તિ સુભાષ રેડ્ડી અને ન્યાયમૂર્તિ બી આર ગવઈની પીઠે સુનવણી કરી.

સિબ્બલે કહ્યું- કલમ 144 પર સરકારનું તર્ક ખોટું
સુનવણી દરમિયાન કપિલ સિબ્બલે અરજીકર્તા ગુલામ નબી આઝાદ તરફથી કહ્યું કે સરકારનું કહેવું છે કે રાષ્ટ્રીય સુરક્ષાનો મામલો છે. તેમણે કહ્યું કે કલમ 144માં રાષ્ટ્રીય સુરક્ષાનો ઉલ્લેખ ક્યાં છે? કલમ 144 રાષ્ટ્રીય સુરક્ષામાં કોઇપણ પ્રકારની સમસ્યાને પ્રતિબિંબત નથી કરતી. સરકાર દ્વારા આપવામાં આવેલું તર્ક ખોટું છે. સુપ્રીમ કોર્ટમાં અરજીકર્તા ગુલામ નબી આઝાદનું પ્રતિનિધિત્વ કરતા કપિલ સિબ્બલે કહ્યું કે તમે લોકોની ધરપકડ કરી શકો છો. તમે કહી શકો છો કે કલમ 144 લગાડવામાં આવી છે, પણ તમે રાષ્ટ્રીય સુરક્ષાના નામે 7 મિલિયન લોકોની ધરપકડ ન કરી શકો.

તો કાશ્મીર ટાઇમ્સની સંપાદક અનુરાધા ભસીન તરફના વકીલ વૃંદા ગ્રોવરે આ કલમોને 'અસંવૈધાનિક' કહ્યા છે અને કહ્યું કે પ્રતિબંધોને આનુપાતની પરીક્ષા પર ખરાઈ કરવી પડશે. 

ભસીન અને ગુલામ નબી આઝાદે મૂક્યા આ આરોપ
જણાવીએ કે ભસીન અને કૉંગ્રેસ નેતાએ જમ્મૂ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદ સંચાર અને અન્ય અવરોધક લગાવવાનો આરોપ મૂક્યો છે. તો, મંગળવારે જમ્મૂ-કાશ્મીર પ્રશાસને કલમ 370 હટાવ્યા પછી ઇન્ટરનેટ પર જે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો તેને યોગ્ય કહ્યો છે. તેમણે કહ્યું તે અલગાવવાદી, આતંકવાદી અને પાકિસ્તાન સેના સોશિયલ મીડિયા પર લોકોને જેહાદ માટે ઉકસાવે છે.

આ પણ વાંચો : અમદાવાદના આર્ટિસ્ટ ક્રિતિકાએ ક્રીએટ કરેલા હૅલોવીન લૂક છે જબરદસ્ત,જોઈને ડરી ન જતા

તો જમ્મૂ-કાશ્મીર પ્રશાસન તરફથી રજૂ થયેલા સૉલિસીટર જનરલ તુષાર મેહતાએ જસ્ટિસ એન વી રમના, જસ્ટિસ બી આર ગવઈ અને જસ્ટિસ આર સુભાષ રેડ્ડીને જણાવ્યું કે દેશની અંદર જ દુશ્મનો સાથે લડાઇ નથી, પણ સીમા પાર પણ દુશ્મનો સામે લડવાનું છે. એટલું જ નહીં, મેહતાએ આર્ટિકલ 35એ અને 370 હટાવ્યા પછી નેશનલ કૉન્ફરન્સના નેતાઓ, જમ્મૂ-કાશ્મીરની પૂર્વ મુખ્યમંત્રી મહબૂબા મુફ્તીના સાર્વજનિક ભાષણો અને સોશિયલ મીડિયા પોસ્ટ પણ દર્શાવી. તેમણે કહ્યું કે અપરિહાર્ય પરિસ્થિતિ છે જ્યાં અસામાન્ય ઉપાયની જરૂર હોય છે, કારણકે નિહિત હિતવાળા લોકો મનોવૈજ્ઞાનિક સાઇબર યુદ્ધ શરૂ કરી રહ્યા છે.

national news supreme court