આર્મી દિવસ: સ્વતંત્ર ભારતના પ્રથમ આર્મીચીફને સમર્પિત છે આ દિવસ

15 January, 2019 01:22 PM IST  |  નવી દિલ્હી

આર્મી દિવસ: સ્વતંત્ર ભારતના પ્રથમ આર્મીચીફને સમર્પિત છે આ દિવસ

સ્વતંત્ર ભારતના પ્રથમ આર્મી ચીફ કેએમ કરિઅપ્પા (ફાઇલ)

26 જાન્યુઆરીના રોજ ગણતંત્ર દિવસ માટે હવે બહુ થોડા દિવસ બચ્યા છે. આ દિવસે ભારતીય સેનાઓ અને સશસ્ત્ર દળો રાજપથ પર પોતાના શૌર્ય, વીરતા અને તાકાતનું જોરદાર પ્રદર્શન કરશે. આ પહેલા સેનાઓ 15 જાન્યુઆરીના રોજ ઊજવવામાં આવતા સેના દિવસ પર સ્વતંત્ર ભારતના પહેલા આર્મીચીફને યાદ કરશે. તેમની યાદમાં જ 15 જાન્યુઆરીને સેના દિવસ તરીકે ઊજવવામાં આવે છે. તેઓ દેશના બે ફીલ્ડ માર્શલ્સમાંના એક છે અને હવે તેમને ભારતરત્ન બનાવવાની કવાયત શરૂ કરવામાં આવી છે. વર્તમાન આર્મી ચીફ બિપિન રાવતે થોડા દિવસ પહેલા તેમને ભારતરત્ન અપાવવાનો પ્રયત્ન કરવાની વાત કરી હતી.

આપણે વાત કરી રહ્યા છે આર્મી ચીફ જનરલ કોડંડેરા મડપ્પા કરિઅપ્પા (કેએમ કરિઅપ્પા)ની. તેમના યુદ્ધ કૌશલ્ય અને વીરતાને જોઇને ભારત ઉપરાંત વિદેશોમાં પણ તેમને સન્માનિત કરવામાં આવ્યા છે. દેશોની સેનાના ગઠનમાં પણ તેમનું મહત્વનું યોગદાન છે. આ કારણે જ તેમને સેવાનિવૃત્તિના 33 વર્ષ પછી ફીલ્ડ માર્શલની પદવીથી નવાજવામાં આવ્યા હચા. ભારત-પાકિસ્તાનના ભાગલામાં પણ તેમની ભૂમિકા મહત્વની રહી હતી.

28 જાન્યુઆરી 1899માં કર્ણાટકના કુર્ગમાં શનિવર્સાંથિ નામના સ્થળે જન્મેલા ફીલ્ડ માર્શલ કરિઅપ્પાએ માત્ર 20 વર્ષની વયે બ્રિટિશ ઇન્ડિયન આર્મીમાં નોકરી શરૂ કરી હતી. તેમના પિતા કોડંડેરા માડિકેરીમાં રેવેન્યુ ઓફિસર હતા. કરિઅપ્પાને ત્રણ ભાઈ અને બે બહેનો હતી. પરિવારજનો નાનપણમાં તેમને પ્રેમથી ચિમ્મા કહીને બોલાવતા હતા. તેમણે 1937માં મુથૂ મચિયા સાથે લગ્ન કર્યા. તેમને એક દીકરો અને એક દીકરી હતા. તેમનો દીકરો સી કરિઅપ્પા પણ ઇન્ડિયન એરફોર્સમાં ઓફિસર હતો. સી કરિઅપ્પાએ પોતાના પિતાની બાયોગ્રાફી પણ લખી હતી જેનું નામ 'ફીલ્ડ માર્શલ કેએમ કરિઅપ્પા' રાખ્યું હતું.

તેમણે સેકન્ડ લેફ્ટનન્ટ પદ પર સેનામાં નોકરીની શરૂઆત કરી હતી. તેઓ રાજપૂત રેજિમેન્ટમાં હતા. કરિઅપ્પાએ વર્ષ 1947ના ભારત-પાકિસ્તાન યુદ્ધમાં પશ્ચિમી સરહદ પર સેનાનું નેતૃત્વ કર્યું હતું. 15 જાન્યુઆરી, 1949ના રોજ તેમને ભારતના સેના પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. આ જ ઉપલક્ષમાં દર વર્ષે 15 જાન્યુઆરીને સેના દિવસ તરીકે ઊજવવામાં આવે છે. વર્ષ 1953માં કરિઅપ્પામાં સેનામાંથી નિવૃત્ત થયા હતા. જોકે રિટાયરમેન્ટ પછી પણ તેઓ કોઇકને કોઇક રીતે સેના સાથે જોડાયેલા રહ્યા હતા. 94 વર્ષની ઉંમરે 15 મે 1993ના રોજ બેંગલુરૂમાં કરિઅપ્પાનું અવસાન થયું હતું.

પ્રી-કમિશન માટે ચૂંટાયેલા પહેલા ભારતીય

પ્રથમ વિશ્વયુદ્ધ પછી ભારતીયોએ બ્રિટિશ સરકારને સેનામાં સ્થાયી કમિશન આપવાની માંગ કરી જેને માન્ય રાખવામાં આવી. ત્યારબાદ કડક તપાસ અને પ્રશિક્ષણના દમ પર કરિઅપ્પાને તે પહેલા ગ્રુપમાં સામેલ કરવામાં આવ્યા, જેને કઠોર પ્રી-કમિશન પ્રશિક્ષણ આપવામાં આવવાનું હતું. વર્ષ 1919માં તેમને કિંગ્સ કમિશન્ડ ઇન્ડિયન ઓફિસર્સ (KCIO)ના પ્રથમ ગ્રુપમાં સામેલ કરવામાં આવ્યા. આ ગ્રુપને ઇંદોરની ડેઇલી કોલેજમાં કડક પ્રશિક્ષણ આપવામાં આવ્યું. ત્યારબાદ તેમને સ્થાયી કમિશન આપીને સેકન્ડ લેફ્ટનન્ટ બનાવવામાં આવ્યા. તેમણે ઇરાકમાં પણ સેવાઓ આપી. 1941-42માં તેઓ ઇરાક, સીરિયા અને ઇરાનમાં તહેનાત રહ્યા. 1942-44માં તેમને મ્યાનમાર પોસ્ટ કરવામાં આવ્યા.

આ પણ વાંચો: ગે સેક્સ બાબતનો સુપ્રીમ કોર્ટનો આદેશ લશ્કરમાં લાગુ ન કરી શકાય : આર્મી ચીફ

પાક રાષ્ટ્રપતિના રહી ચૂક્યા હતા બોસ

ફીલ્ડ માર્શલ કરિઅપ્પા ભાગલા પહેલા પાકિસ્તાનના પૂર્વ આર્મી ચીફ અને રાષ્ટ્રપતિ જનરલ અયુબ ખાનના પણ બોસ રહી ચૂક્યા હતા. તેમની સાથે જ જોડાયેલો કરિઅપ્પાની જિંદગીનો એક એવો પ્રસંગ છે જેણે તેમને સૌથી મહાન સૈનિક બનાવ્યા હતા. વાત 1965ના ભારત-પાકિસ્તાન યુદ્ધની છે. કરિઅપ્પા રિટાયર થઈને કર્ણાટકમાં પોતાના ગૃહનગરમાં રહેતા હતા. તેમનો દીકરો કેસી નંદા કરિઅપ્પા તે સમયે ભારતીય વાયુસેનામાં ફ્લાઇટ લેફ્ટનન્ટ હતો. યુદ્ધ દરમિયાન તેનું વિમાન પાકિસ્તાનની હદમાં પ્રવેશી ગયું, જેને પાક સૈનિકોએ તોડી પાડ્યું. નંદા વિમાનમાંથી કૂદી ગયા એટલે તેમનો જીવ તો બચી ગયો પરંતુ તેઓ પાક સૈનિકોના હાથે ચડી ગયા.

તે સમયે પાકિસ્તાનના રાષ્ટ્રપતિ અયુબ ખાન હતા, જે ક્યારેક કેએમ કરિઅપ્પાના હાથ નીચે ભારતીય સેનામાં નોકરી કરી ચૂક્યા હતા. જેવી નંદાના પકડાવાની જાણ થઈ કે તેમણે તાત્કાલિક કેએમ કરિઅપ્પાને ફોન કર્યો અને જણાવ્યું કે તેમનો દીકરાને છોડી રહ્યા છે. તેના પર કરિઅપ્પાએ દીકરાના મોહનો ત્યાગ કરીને કહ્યું કે તે માત્ર મારો દીકરો નહીં, ભારતમાતાનો લાલ છે. તેને છોડી મૂકવો તો દૂર, તેને કોઈ સુવિધા પણ ન આપતા. તેની સાથે સામાન્ય યુદ્ધકેદીઓ જેવો વ્યવહાર કરજો. તેમણે આયુબ ખાનને કહ્યું કે કાં તો તમામ યુદ્ધકેદીઓને છોડી મૂકવામાં આવે નહીંતો પછી કોઈને પણ નહીં. જોકે યુદ્ધ સમાપ્ત થવા પર પાકિસ્તાને સેનાને છોડી મૂકી હતી.

indian army