ગે સેક્સ બાબતનો સુપ્રીમ કોર્ટનો આદેશ લશ્કરમાં લાગુ ન કરી શકાય : આર્મી ચીફ

Jan 11, 2019, 07:42 IST

ગયા વર્ષે સપ્ટેમ્બર મહિનામાં સુપ્રીમ ર્કોટની પાંચ જજની બંધારણીય બેન્ચે ઇન્ડિયન પીનલ કોડની કલમ ૩૭૭ની એ જોગવાઈને રદ કરી હતી, જેમાં સગીર વયના લોકો વચ્ચેના સમલૈંગિક સંબંધોને અપરાધની શ્રેણીમાં મૂકવામાં આવ્યા હતા

ગે સેક્સ બાબતનો સુપ્રીમ કોર્ટનો આદેશ લશ્કરમાં લાગુ ન કરી શકાય : આર્મી ચીફ
આર્મી ચીફ બિપીન રાવત

ગઈ કાલે યોજાયેલી લશ્કરની વાર્ષિક પત્રકાર-પરિષદમાં આર્મી ચીફ બિપિન રાવતે જણાવ્યું હતું કે ‘ગે સેક્સને અપરાધની શ્રેણીમાંથી બહાર કાઢવાના સુપ્રીમ ર્કોટના આદેશને લશ્કરમાં લાગુ ન કરી શકાય. લશ્કર કાયદાથી ઉપર નથી, પણ લશ્કરમાં અમે એની પરવાનગી ન આપી શકીએ.’

ગયા વર્ષે સપ્ટેમ્બર મહિનામાં સુપ્રીમ ર્કોટની પાંચ જજની બંધારણીય બેન્ચે ઇન્ડિયન પીનલ કોડની કલમ ૩૭૭ની એ જોગવાઈને રદ કરી હતી, જેમાં સગીર વયના લોકો વચ્ચેના સમલૈંગિક સંબંધોને અપરાધની શ્રેણીમાં મૂકવામાં આવ્યા હતા. એકમતથી લેવામાં આવેલા આ ચુકાદામાં સુપ્રીમ ર્કોટે ૧૫૮ વર્ષ જૂના કાયદાને સમાનતાના અધિકારના ઉલ્લંઘન તરીકે ગણાવ્યો હતો.

આ પણ વાંચોઃ સરહદપારથી ઘૂસણખોરી માટે તૈયાર બેઠા છે 300 આતંકી, આર્મી ચીફે પાક.ને ચેતવ્યું

વ્યભિચાર પર કોર્ટના ચુકાદા વિશે પૂછવામાં આવતાં આર્મી ચીફે કહ્યું હતું કે ‘લશ્કર રૂઢિચુસ્ત છે. અમે આ આદેશને લશ્કરમાં લાગુ ન પાડી શકીએ. જે જવાન પરિવારથી દૂર રહે છે તે અન્ય જવાનો સાથે સમલૈંગિક સંબંધો બાંધી શકે છે. આને પગલે ભારતમાં પુરુષ વેશ્યાવૃત્તિને પ્રોત્સાહન મળી શકે છે.’

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK