ભારતનું લશ્કર યુદ્ધના સંજોગોને પણ પહોંચી વળવા માટે સજ્જ છે: બિપિન રાવત

03 March, 2019 08:00 AM IST  |  જમ્મુ-કાશ્મીર

ભારતનું લશ્કર યુદ્ધના સંજોગોને પણ પહોંચી વળવા માટે સજ્જ છે: બિપિન રાવત

ગઈ કાલે જનરલ બિપિન રાવતે LoC પર નગરોટા સેક્ટર તથા અન્ય લશ્કરી છાવણીઓની મુલાકાત લીધી હતી.

પુલવામા ટૅરર અટૅક અને PoK તથા બાલાકોટમાં ભારતીય હવાઈ દળની ઍર-સ્ટ્રાઇક પછી ગયા અઠવાડિયા દરમ્યાન કાશ્મીરની સરહદે પાકિસ્તાન તરફથી યુદ્ધ વિરામ સંધિના ભંગની ઘટનાઓને ધ્યાનમાં લઈને જનરલ બિપિન રાવતે LoC પર નગરોટા સેક્ટર તથા અન્ય લશ્કરી છાવણીઓની મુલાકાત લઈને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. એ મુલાકાત વેળા બિપિન રાવતની સાથે નૉર્ધર્ન આર્મી કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ રણબીર સિંહ પણ હતા.

આ પણ વાંચો : અભિનંદનને કરાયું હતું મૅન્ટલ ટોર્ચર: પાકિસ્તાનના દાંત ચાવવાના અને દેખાડવાના જુદા

ગઈ કાલે પૂંછ અને રાજૌરીમાં પાકિસ્તાની રેન્જર્સના સતત ગોળીબાર અને તોપમારાને કારણે ત્રણ નાગરિકોનાં મૃત્યુ થયાં હતાં. પૂંછ, મેંઢર અને નૌશેરા સેક્ટર્સમાં શુક્રવારે સાંજે શરૂ થયેલા પાકિસ્તાની રેન્જર્સના ગોળીબાર અને તોપમારાનો સિલસિલો ગઈ કાલે સવારે છ વાગ્યે પૂરો થયો હતો.

india pakistan line of control national news indian army indian air force