13-14 જૂને શાહની અધ્યક્ષતામાં મળશે બીજેપી નેતાઓની બેઠક

10 June, 2019 11:42 AM IST  |  નવી દિલ્હી

13-14 જૂને શાહની અધ્યક્ષતામાં મળશે બીજેપી નેતાઓની બેઠક

અમિત શાહ

લોકસભા ચૂંટણીમાં પાર્ટીની શાનદાર જીત બાદ બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ગૃહપ્રધાન બની ગયા છે. પાર્ટીમાં એક વ્યક્તિ એક પદ પરની નીતિ પર અત્યાર સુધી કામ થઈ રહ્યું છે, એવામાં હવે સૌથી મોટો મહત્વનો સવાલ એ છે કે પાર્ટી અધ્યક્ષ તરીકે અમિત શાહના વિકલ્પ તરીકે કોની પસંદગી કરવામાં આવશે તેને લઈને અટકળો તેજ બની ગઈ છે.

અમિત શાહે ૧૩ અને ૧૪ જૂનના રોજ રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશના પ્રમુખ નેતાઓને દિલ્હી બોલાવ્યા છે. આ દરમિયાન પાર્ટીની સંગઠન ચૂંટણીને લઈને ચર્ચા કરવામાં આવશે. બીજેપી સંગઠનમાં ચૂંટણી અગાઉ પાર્ટી અધ્યક્ષ અમિત શાહે ૧૩ અને ૧૪ જૂનના રોજ રાજ્યોના અને કેન્દ્રશાસિત પ્રદેશના સંગઠન સાથે જોડાયેલા પ્રમુખ નેતાઓની બેઠક બોલાવી છે.

આ પણ વાંચો : નવા સાંસદોને જલસા : દિલ્હીમાં રહેવા મળશે સાત રૂમનું ઘર

પાર્ટીના સૂત્રોના જણાવ્યા અનુસાર આ બેઠકમાં સંગઠન હોદ્દાના પ્રભારીઓ પણ સામેલ થશે.  બધાં રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશ પાર્ટીની એકમોમાં સંગઠન ચૂંટણી હરિયાણા અને મહારાષ્ટ્ર રાજ્યમાં વિધાનસભા ચૂંટણીની સાથે થઈ શકે છે. ત્યારબાદ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે ચૂંટણી થશે.

amit shah national news