અમિત શાહનો આખરે એકરાર, ભડભડિયા ભાજપીઓને લીધે જ દિલ્હી દૂર રહ્યું

14 February, 2020 10:13 AM IST  |  Mumbai Desk

અમિત શાહનો આખરે એકરાર, ભડભડિયા ભાજપીઓને લીધે જ દિલ્હી દૂર રહ્યું

બીજેપીના નેતાઓના બોલ-વાને લીધે નવી દિલ્હીમાં ભગવા પક્ષને હાર જોવી પડી એવું આખરે કેન્દ્રીય ગૃહપ્રધાન અને પક્ષના અગ્રણી નેતા અમિત શાહે જાહેરમાં કબૂલી જ લીધું.

કેન્દ્રના ગૃહ‍પ્રધાન અમિત શાહે ગઈ કાલે જણાવ્યું હતું કે બીજેપીના કેટલાક નેતાઓનાં વિવાદાસ્પદ બયાનોને કારણે પક્ષને દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં નુકસાન થયું હોય એવી શક્યતા છે. અમિત શાહે નાગરિકતા કાયદા કે એનઆરસીને કારણે ચૂંટણીમાં ઓછી બેઠકો મળ્યાનો ઇનકાર કર્યો હતો. એ બન્ને કાનૂની જોગવાઈઓ મુસ્લિમવિરોધી કે લઘુમતીવિરોધી હોવાનો અમિત શાહે સ્પષ્ટ ઇનકાર કર્યો હતો.

દિલ્હીમાં એક કાર્યક્રમમાં ગઈ કાલે અમિત શાહે જણાવ્યું હતું કે ‘દિલ્હી વિધાનસભાની ચૂંટણીના પ્રચાર દરમ્યાન બીજેપીના નેતાઓએ ‘ગોલી મારો’ અને ‘ભારત પાકિસ્તાન મૅચ’ જેવાં ભાષણો કરવાની જરૂર નહોતી. એ પ્રકારનાં વિધાનોથી બીજેપીએ છેડો ફાડ્યો હતો. દિલ્હી વિધાનસભાની ચૂંટણીને નાગરિકતા કાયદા કે એનઆરસી વિશેનો જનમત ગણી ન શકાય.’

amit shah bharatiya janata party national news