અજિત પવારને હટાવીને જયંત પાટીલને એનસીપી વિધાનસભા દળના નેતા બનાવાયા

24 November, 2019 02:14 PM IST  |  Mumbai Desk

અજિત પવારને હટાવીને જયંત પાટીલને એનસીપી વિધાનસભા દળના નેતા બનાવાયા

એનસીપીના વિધાનસભાના નેતા અને શરદ પવારના ભત્રીજા અજિત પવારે ગઈ કાલે સવારે બીજેપી સાથે હાથ મિલાવીને નાયબ મુખ્ય પ્રધાનના શપથ લેતાં ચોંકી ઊઠેલા પક્ષે બોલાવેલી બેઠકમાં અજિત પવારને નેતાપદેથી હટાવીને તેમના સ્થાને જયંત પાટીલને વિધાનસભ્ય દળના નેતા બનાવાયા હતા. 

મુંબઈના વાય. બી. ચવાણ સેન્ટરમાં આયોજિત એનસીપી વિધાનસભ્યોની બેઠકમાં અજિત પવારને નેતાપદેથી હટાવવાનો નિર્ણય લેવાયો હતો. એટલું જ નહીં, પક્ષે અજિત પવારને નાયબ મુખ્ય પ્રધાનપદેથી રાજીનામું આપવાનું પણ કહ્યું હોવાનું જાણવા મળ્યું હતું. આ બેઠકમાં અજિત પવાર સાથે ગયેલા વિધાનસભ્યો સહિત કુલ ૪૮ જેટલા વિધાનસભ્યો હાજર હોવાનું કહેવાય છે.
પક્ષની બેઠકમાં એવો પણ નિર્ણય લેવાયો હોવાનું કહેવાય છે કે પક્ષ વિરુદ્ધ જનારા અજિત પવાર સામે શું કાર્યવાહી કરવી એ બાબતે શરદ પવાર અને જયંત પાટીલ નક્કી કરશે એ સૌને માન્ય રહેશે.

આ પણ વાંચો : PHOTOS: જુઓ દુલ્હનના અવતારમાં મોનાલિસા ઉડાવી રહી છે ચાહકોના હોશ

કોણ છે જયંત પાટીલ

એનસીપીના પ્રદેશ અધ્યક્ષ જયંત પાટીલ મોટા નેતા છે જે ૨૭ વર્ષથી ઇસ્લામપુર વલવા બેઠક પરથી છ વખત વિધાનસભ્ય તરીકે ચૂંટાયા છે. રાજ્યના પ્રતિષ્ઠિત નેતા રાજારામ બાપુ પાટીલના પુત્ર જયંત પાટીલ શરૂઆતમાં રાજકારણમાં નહોતા આવવા માગતા. ૧૯૯૯થી ૨૦૦૮ વચ્ચે કૉન્ગ્રેસ અને એનસીપીની રાજ્ય સરકારમાં તેઓ વિત્તપ્રધાન હતા. ૨૦૦૩-૦૪ની સરકારમાં નાજુક અર્થવ્યવસ્થાને બહાર લાવવાનો શ્રેય તેમને અપાય છે.

maharashtra ajit pawar sharad pawar