ઍર ઇન્ડિયાએ ઇટલી, ફ્રાન્સ સહિત 5 દેશ માટે 30 એપ્રિલ સુધી ફ્લાઇટ કરી રદ

13 March, 2020 07:21 PM IST  |  Mumbai Desk

ઍર ઇન્ડિયાએ ઇટલી, ફ્રાન્સ સહિત 5 દેશ માટે 30 એપ્રિલ સુધી ફ્લાઇટ કરી રદ

ઍર ઇન્ડિયા

ઍર ઇન્ડિયા (Air India)એ 30 એપ્રિલ સુધી ઇટલી (Italy), ફ્રાન્સ (France), જર્મની (Germany), સ્પેન (Spain), ઇઝરાયલ (Israel), દક્ષિણ કોરિયા (South Korea) અને શ્રીલંકા (Sri Lanka) માટેની પોતાની ફ્લાઇટ્સ રદ કરવાનો નિર્ણય લીધો છે. ઍર ઇન્ડિયાના એક અધિકારીએ શુક્રવારે જણાવ્યું કે કોરોના વાયરસના ખતરાને જોતાં સરકારી વિમાનન કંપનીએ આ દેશો માટે ફ્લાઇટ્સ રદ કરી છે.

ઍર ઇન્ડિયાએ આ પગલું તે જાહેરાત બાદ ઉઠાવ્યું છે જેમાં તેણે કહ્યું હતું કે તે કુવૈત જનારી બધી ફ્લાઇટ્સ 30 એપ્રિલ સુધી રદ કરી રહી છે. તાજેતરમાં જ ઍર ઇન્ડિયા દ્વારા ઇટલી અને ફ્રાન્સ સહિત મોટાભાગના યૂરોપીય દેશો માટે સેવાઓ રદ કરી દેવામાં આવી હતી. ઍર ઇન્ડિયા તરફથી જાહેર કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે તેમણે ઇટલી, ફ્રાન્સ, જર્મની, સ્પેન, ઇઝરાયલ, દક્ષિણ કોરિયા અને શ્રીલંકા માટે સેવાઓ અસ્થાઇ કાળ માટે રદ કરવામાં આવી છે.

ગયા બુધવારે સરકારે રાજનાઇકોને છોડીને ટૂરિસ્ટ સહિત લગભઘ બધા જ પ્રકારના વીઝાને 15 એપ્રિલ સુધી રદ કરી દેવામાં આવ્યા હતા. આ આદેશ 13 માર્ચથી પ્રભાવિત થઈ ગયા હતા. મ્યાનમારથી લાગતી સીમાને પણ સીલ કરી દેવામાં આવી છે. કેટલીક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે કોરોના વાયરસની મહામારીને કારણે વિદેશોમાંથી પણ લોકોના આગમન પર પ્રતિબંધના નિર્ણયથી પર્યટન અને વિમાનન ક્ષેત્રને લગભઘ 8,500 કરોડ રૂપિયાનું નુકસાન વેઠવું પડી શકે છે.

ઉલ્લેખનીય છે કે ભારતમાં દર મહિને 10 લાખ વિદેશી પર્યટકો આવે છે જેથી દર વર્ષે લગભગ 2,200 કરોડ રૂપિયાની આક થયા છે. કોરોનાની અસર ફક્ચ પર્યટન ઉદ્યોગ પર જ નહીં પણ વિદેશમાં પણ આની ભારે અસર દેખાઇ રહી છે. બ્રિટેનમાં સામાન્ય વીમા કંપનીઓએ પ્રવાસ વીમાનું વેચાણ અસ્થાઇ સમય માટે અટકાવી દીધું છે. એટલું જ નહીં હોટેલ રૂમ્સની બુકિંગ પણ રદ થવાનો સિલસિલો ચાલું છે જે 80 ટકાના સ્તરે પહોંચી ગયો છે.

air india coronavirus national news international news