કુંભમેળામાં હવે બાળકો ખોવાઈ નહીં જાય

15 January, 2019 10:01 AM IST  | 

કુંભમેળામાં હવે બાળકો ખોવાઈ નહીં જાય

કુંભમેળો

લગભગ ૧૨ કરોડ કરતાં વધુ લોકોની મેદની ધરાવતા કુંભમેળાની ભીડમાં ગુમ થઈ જનારાં બાળકોને શોધવા માટે ઉત્તર પ્રદેશ પોલીસ ૧૪ વર્ષથી ઓછી વયનાં બાળકો માટે રેડિયો-ફ્રીક્વન્સી આઇડેન્ટિફિકેશન (RFID) ટૅગનો ઉપયોગ કરશે એમ અલાહાબાદના ડેપ્યુટી જનરલ ઑફ પોલીસ ઓ. પી. સિંહે જણાવ્યું હતું. લગભગ 40,000 કરતાં વધુ RFID ટૅગનો વપરાશ ધરાવતા આ કાર્ય માટે પોલીસ-વિભાગે વોડાફોન સાથે સહયોગ કર્યો છે.

RFID વાયરલેસ કમ્યુનિકેશનનો એક પ્રકાર છે, જેમાં ઇલેક્ટ્રોમૅગ્નેટિક કે ઇલેક્ટ્રોસ્ટેટિક કપલિંગનો ઉપયોગ કરવામાં આવે છે. કોઈ પણ વ્યક્તિ કે વસ્તુની ઓળખ કરવા માટે એનો ઉપયોગ કરવામાં આવે છે. કુંભમેળા માટે ૧૫ આધુનિક, ઇન્ટિગ્રેટેડ અને ડિજિટલ લૉસ્ટ ઍન્ડ ફાઉન્ડ સેન્ટર ઊભાં કરવામાં આવ્યાં છે, જેને જિલ્લા પોલીસ અને સોશ્યલ મીડિયા સાથે સંકલિત કરવામાં આવ્યાં છે. પબ્લિક ઍડ્રેસ સિસ્ટમ દ્વારા સૂચના આપવા ઉપરાંત સૂચનાને ડિસ્પ્લે કરવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

ટ્રાફિક મૅનેજમેન્ટ માટે પોલીસ ઇન્ટેલિજન્ટ ટ્રાફિક મૅનેજમેન્ટ સિસ્ટમ સંકલિત વ્યવસ્થાનો ઉપયોગ કરશે તેમ જ જિલ્લામાં આંતરિક રૂટ ડાઇવર્ઝનનો પણ ઉપાય કરશે. સૅટેલાઇટ ટાઉનની જેમ ક્લૉકરૂમ, હેલ્થ કિઑસ્ક અને ખાણી-પીણીના સ્ટૉલ જેવી આધુનિક સુવિધાઓથી સજ્જ ૨૦ પાર્કિંગસ્થળો વિકસાવવામાં આવ્યાં છે.

આ પણ વાંચો : લોકસભા 2019: ભાજપ શોધી રહ્યું છે એવો નારો જ ચડી જાય લોકજીભે

ઓ. પી. સિંહે જણાવ્યું હતું કે પહેલી વાર ઑટોમૅટિક નંબર-પ્લેટ રેકગ્નિશનનો ઉપયોગ કરવામાં આવશે; જે વાહનોની ઓળખ, એના રંગ, નંબર-પ્લેટ, તારીખ અને સમયના આધારે કરશે.

kumbh mela national news