Led પછી સરકાર વેચી રહી છે સસ્તુ AC, 5.4 રેટિંગ વાળુ AC આ રીતે કરો બુક

17 July, 2019 05:23 PM IST  | 

Led પછી સરકાર વેચી રહી છે સસ્તુ AC, 5.4 રેટિંગ વાળુ AC આ રીતે કરો બુક

30 થી 40 ટકા સસ્તું AC

સરકાર સસ્તા LED બલ્બ પછી સસ્તા ભાવમાં હવે AC વેચવાની તૈયારી કરી રહ્યું છે. મોદી સરકાર સસ્તા એલઈડી બ્લબની યોજનાનું પુનરાવર્તન કરવાની તૈયારીઓ કરી રહી છે. LEDના ભાવમાં અચાનક વધારે થઈ ગયા હતા ત્યારે સરકારે પ્રાઈવેટ સેક્ટર પર લગામ લગાવતા સામાન્ય લોકો સુધી LED બલ્બ પહોંચાડવાનું કામ કર્યું હતું. LED બલ્બની જેમ સરકાર AC પણ સામાન્ય લોકોને ઓછા ભાવે પહોચાડવા માટે કામ કરી રહી છે. સરકારી સંસ્થા EESLએ બજાર ભાવ કરતા આશરે 30 થી 40 ટકા સસ્તા ભાવે AC વેચવાનું શરૂ કર્યું છે.

50 હજાર AC વેચવાનો છે ટાર્ગેટ

આ વર્ષે 50,000 હજાર એસી વેચવાનો ટાર્ગેટ છે. સરકારે AC કંપનીઓને જબરજસ્ત કોમ્પિટિશન આપવાની તૈયારી કરી છે. સરકારી સંસ્થા EESLએ સસ્તા ભાવે AC વેચવાનું શરૂ કરી દીધું છે. EESLની ઓફિશિયલ વેબસાઈટ પર દોઢ ટનના સ્પ્લિટ AC વેચવાનું નક્કી કર્યું છે. ખાસ વાત એ છે કે, આ ACને 5.4 રેટિંગ આપવામાં આવ્યું છે. આ સૌથી વધારે વીજળી બચાવનારી ટેક્નિકવાળા AC છે.

30 થી 40 ટકા સસ્તું AC

EESL અનુસાર ACની કિંમત 41,300 રૂપિયા છે જે બજારમાં આ કેટેગરીમાં મળનારી ACની કિંમત કરતા 30 થી 40 ટકા ઓછો છે. આ AC વોલ્ટાસ કંપની દ્વારા બનાવવામાં આવ્યા છે. EESLના ચીફ જનરલ મેનેજર એસ. પી. જરનૈલે કહ્યું હતું કે, તેમના એર કન્ડિશનર બજારમાં મળતા અન્ય AC કરતા વધુ વીજળી બચાવશે. હાલ 3,400 એસીના ઓર્ડર આપવામાં આવ્યાં છે. હાલ ACનું વેચાણ દિલ્હી-એનસીઆર, મુંબઈ અને પુણેમાં કરવામાં આવી રહ્યું છે.

national news gujarati mid-day