બીકાનેર-ગુવાહાટી ટ્રેન એક્સિડેન્ટમાં મરણાંક 9, જલપાઈગુડી પહોંચ્યા રેલ મંત્રી

14 January, 2022 01:52 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ઉત્તર બંગાળના પોલીસ મહાનિરીક્ષક (IGP) ડીપી સિંહે કહ્યું હતું કે કેટલાક પ્રવાસીઓ મોડી રાત સુધી બીકાનેર-ગુવાહાટી એક્સપ્રેસના બે ડબ્બાની અંદર ફસાયેલા હતા. જો કે, તેમને સુરક્ષિત બહાર કાઢી લેવામાં આવ્યા હતા.

તસવીર સૌજન્ય મિડ-ડે એએફપી

પશ્ચિમ બંગાળના જલપાઈગુડી જિલ્લામાં બીકાનેર-ગુવાહાટી ટ્રેન દુર્ઘટનામાં મરણાંક વધતો જાય છે. આ રેલ અકસ્માતમાં 31 લોકોના ઈજાગ્રસ્ત થવાની માહિતી છે. જણાવવાનું કે ગુરુવારે સાંજે લગભગ પાંચ વાગ્યે બીકાનેરથી ગુવાહાટી જનારી આ એક્સપ્રેસ ટ્રેનના લગભગ 12 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. આ પહેલા ઉત્તર બંગાળના પોલીસ મહાનિરીક્ષક (IGP) ડીપી સિંહે કહ્યું હતું કે કેટલાક પ્રવાસીઓ મોડી રાત સુધી બીકાનેર-ગુવાહાટી એક્સપ્રેસના બે ડબ્બાની અંદર ફસાયેલા હતા. જો કે, તેમને સુરક્ષિત બહાર કાઢી લેવામાં આવ્યા હતા.

Train Accident Updates: 

કેન્દ્રીય મંત્રી જૉન બારલાએ નવ પ્રવાસીઓના મરવાની સૂચના આપી છે. તેમણે કહ્યું, "બીકાનેર-ગુવાહાટી એક્સપ્રેસ દુર્ઘટનામાં મરણાંક વધીને 9 થઈ ગયો છે. બચાવ કાર્ય પૂરું થઈ ગયો છે. 36 ઇજાગ્રસ્તોને અલગ-અલગ હૉસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા છે. પ્રવાસીઓવે સ્પેશિયલ ટ્રેન દ્વારા ગુવાહાટી મોકલવામાં આવ્યા છે."

પશ્ચિમ બંગાળના જલપાઈગુડી જિલ્લામાં બીકાનેર-ગુવાહાટી એક્સપ્રેસ ટ્રેન દુર્ઘટનામાં મરણાંક વધીને 9 થઈ ગયો છે. જિલ્લા અધિકારીઓએ આની પુષ્ઠિ કરી છે. 

આ અકસ્માતમાં 40 જેટલા ઇજાગ્રસ્તોને જુદી જુદી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. તેમને સિલીગુડીના ઉત્તર બંગાળ મેડિકલ કૉલેજ અને હૉસ્પિટલમાં સ્થળાંતરિત કરવામાં આવ્યા.

સવારે 9 વાગ્યાની આસપાસ કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવ ન્યૂ મયનાગુરીમાં દુર્ઘટનાસ્થળે પહોંચી. તે ગુરુવારે મોડી રાતે હાવડા પહોંચ્યા અને રેલવેના વરિષ્ઠ અધિકારીઓ સાથે એક સ્પેશિયલ ટ્રેનથી ઉત્તર બંગાળ માટે રવાના થયા.

જલપાઈગુડી જિલ્લાના જિલ્લા મેજિસ્ટ્રેટ મૌમિતા ગોદારા બસુએ કહ્યું કે સ્પેશિયલ ટ્રેન અને બસની વ્યવસ્થા કરીને પ્રવાસીઓને પોતાના ગંતવ્ય સુધી પહોંચાડવાના પ્રયત્નો કરવામાં આવ્યા છે.

વડાપ્રધાને આ પહેલા સ્થિતિની સમીક્ષા કરી. તેમણે દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકો માટે અનુગ્રહ રકમ વધારવાની પણ જાહેરાત કરી. 

રેલ અકસ્માતમાં વળતરની જાહેરાત
ભારતીય રેલવેએ ડોમોહહાની નજીક થયેલી આ ઘટનામાં જીવ ગુમાવનારાના પરિવારજનો માટે પાંચ લાખ રૂપિયાની વળતર રાશિની જાહેરાત કરી. તે ગંભીર રીતે ઇજાગ્રસ્તોને એક લાખ રૂપિયા અને જેને ઓછી ઇજા થઈ છે, તેમને 25 હજાર રૂપિયાની આર્થિક મદદ કરવામાં આવશે. જણાવવાનું કે ઇજાગ્રસ્તોને જલપાઈગુડી જિલ્લા હૉસ્પિટ અને ન્યૂ મોઈનાગુડી જિલ્લા હૉસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.

એનડીઆરએફ અને બીએસએફે ચલાવ્યું રેસ્ક્યૂ ઑપરેશન
રાષ્ટ્રીય આપદા પ્રતિક્રિયા દળ (એનડીઆરએફ)એ જલપાઈગુડી જિલ્લામાં ગુવાહાટી-બીકાનેર એક્સપ્રેસના અનેક ડબ્બા પાટા પરથી ઉતર્યા પછી ફસાયેલા પ્રવાસીઓને બચાવવા માટે બે ટીમ સાથે રેસ્ક્યૂ ઑપરેશન ચલાવવામાં આવ્યો જે મોડી રાતે લગભગ 2.30 વાગ્યા સુધી ચાલ્યો. સ્થિતિની ગંભીરતાને જોતા બીએસએફને પણ મદદ માટે ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા.

જણાવવાનું કે રેલ અકસ્માત બાદ ઉચ્ચસ્તરીય તપાસના આદેશ આપવામાં આવ્યા. કાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રેલ મંત્રી અને પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જી ફોન પર વાત કરી સ્થિતિની સમીક્ષા લીધી.

national news west bengal bikaner guwahati