રોજિંદા કેસમાં ઘટાડો, છેલ્લા 24 કલાકમાં નોંધાયા 80,834 નવા કેસ, 3303 મૃત્યુ

13 June, 2021 11:57 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

કોરોનાને કારણે 3 હજાર 303 લોકોએ જીવ ગુમાવ્યા છે. અત્યાર સુધી કોરોનાને કારણે દેશમાં કુલ 3 લાખ 70 હજાર 384 દર્દીઓએ જીવ ગુમાવ્યો છે.

તસવીર સૌજન્ય મિડ-ડે

ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 80 હજાર 834 નવા કેસ નોંધાયા છે. 71 દિવસમાં એટલે કે 2 એપ્રિલ પછી ભારતમાં કોરોનાના આટલા ઓછા કેસ નોંધાયા છે. સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જાહેર તાજેતરના આંકડાઓ પ્રમાણે, હવે દેશમાં કોરોનાના સક્રિય કે, ઘટીને 10 લાખ 26 હજાર 159 થઈ ગયા છે.

જો કે, આ સમયમાં કોરોનાને કારણે 3 હજાર 303 લોકોએ જીવ ગુમાવ્યા છે. અત્યાર સુધી કોરોનાને કારણે દેશમાં કુલ 3 લાખ 70 હજાર 384 દર્દીઓએ જીવ ગુમાવ્યો છે. 

સતત 31મા દિવસે કોરોનાછી સ્વસ્થ થનારા લોકોની સંખ્યા આના નવા દર્દીઓની તુલનામાં વધારે છે. છેલ્લા એક દિવસમાં કુલ 2 કરોડ 80 લાખ 43 હજાર 446 દર્દીઓ સ્વસ્થ થયા છે. આમાંથી 1 લાખ 32 હજાર 62 દર્દીઓ છેલ્લા 24 કલાકમાં સ્વસ્થ થયા છે.

દેશમાં સંક્રમણથી સ્વસ્થ થનારાનો દર 95.26 ટકાએ પહોંચ્યો છે. તો, સાપ્તાહિક સંક્રમણ દર પણ 5 ટકાથી ઓછો થયો છે. દૈનિક સંક્રમણ દર સતત 20 દિવસથી 10 ટકાથી નીચે છે અને છેલ્લા 24 કલાકમાં આ 4.74 ટકા રહ્યો.

અત્યાર સુધી દેશમાં કોરોનાના કુલ 37.81 કરોડ નમૂનાની તપાસ થઈ ચૂકી છે તો, 25.31 કરોડ લોકોને કોરોનાની વૅક્સિન પણ મૂકાઇ ચૂકાઇ છે.

national news covid vaccine covid19 coronavirus