16 August, 2025 08:49 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે ૭૯મા સ્વાતંત્રદિનની ઉજવણી માટે નરેન્દ્ર મોદી લાલ કિલ્લા પર પહોંચ્યા હતા
એક નજર કરીએ પીએમ નરેન્દ્ર મોદીએ શું કહ્યું....
ખેડૂતો, માછીમારો, પશુપાલકો અને તેમને સંબંધિત કોઈ પણ અહિતકારી નીતિ સામે મોદી દીવાલ બનીને ઊભો છે એવો હુંકાર કરીને ટ્રમ્પના ટૅરિફને આપ્યો જડબાતોડ જવાબ
દિવાળી ગિફ્ટ તરીકે GSTના નવા યુગની જાહેરાત, હવે માત્ર બે સ્લૅબ રહેશે
યુવાનોના સશક્તીકરણ માટે ૧ લાખ કરોડની રોજગાર યોજના હેઠળ ૩ કરોડ ભારતીયોને રોજગાર પૂરો પાડવાની જાહેરાત
ડિફેન્સના ક્ષેત્રમાં ભારતની આત્મનિર્ભરતા કામ આવી, હવે ભારતમાં ફાઇટર જેટ બનાવીશું એવી જાહેરાત
કહ્યું કે ૨૦૨૫ના અંત સુધીમાં પ્રથમ મેડ-ઇન ઇન્ડિયા સેમીકન્ડક્ટર ચિપ લૉન્ચ કરીશું
૨૦૪૭ સુધીમાં ભારતની પરમાણુ ઊર્જા ક્ષમતા દસ ગણી વધારવાની યોજનાની જાહેરાત
ઊર્જા, ઉદ્યોગ અને સંરક્ષણ માટે જરૂરી ખનીજો મેળવવા ૧૨૦૦ સ્થળોએ ખનીજ સંશોધન મિશન શરૂ કરવાની જાહેરાત